Site icon

Gajar Halwa : શિયાળામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ ગાજર નો હલવો એ પણ માવા વગર, નોંધી લો રેસિપી..

Gajar Halwa :શિયાળો ચાલુ થતાની સાથે જ મનમાં પ્રથમ ગાજરની રેસીપી આવે છે તે છે ગાજરનો હલવો. ઉત્તમ સ્વાદવાળો ગાજરનો હલવો દરેકને પ્રિય હોય છે. ઠંડીની ઋતુમાં લાલ ગાજર ખૂબ સારા મળે છે ને ગાજરનો હલવો ગરમ ગરમ ખૂબ સારો લાગતો હોય છે આજ આપને બજારમાં મળતા હલવા જેવો જ હલવો બનાવવા ની રીત જોઈશું

Gajar Halwa : Winter Special Dessert, Gajar Halwa Recipe To Enjoy

Gajar Halwa : Winter Special Dessert, Gajar Halwa Recipe To Enjoy

News Continuous Bureau | Mumbai

Gajar Halwa : શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે દરેકના ઘરમાં ગાજરનો હલવો ના બન્યો હોય તેવું બને જ નહી. ગાજરનો હલવો (Gajar halwa) ખાવા માટે લોકો શિયાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. લાલ ગાજર વિટામિન A, વિટામિન C, વિટામિન K, પોટેશિયમ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. શિયાળાની ઋતુ (winter season) માં આ શાકભાજી ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે સાથે રોગો સામે લડવામાં પણ મદદ કરે છે. 

Join Our WhatsApp Community

સામગ્રી

1 કિલો છીણેલું ગાજર

20 ગ્રામ કિસમિસ

2 ચમચી ઘી

25 ગ્રામ કાજુ

2 કપ દૂધ

5/6 તાંતણા કેસર

ગાજર કા હલવો કેવી રીતે બનાવવો

સૌથી પહેલા એક નાની બાઉલમાં એક ચમચી દૂધ અને કેસરના દોરા નાખીને બાજુ પર રાખો.

ગાજરને સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે આ ગાજરને છોલીને છીણી લો.

હવે એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં ગાજરને થોડીવાર સાંતળો. ગાજર સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી શેકી લો. આ પછી એક ઊંડા વાસણમાં દૂધ નાખી ગરમ કરો. દૂધને થોડીવાર ઉકાળો જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં છીણેલા ગાજર ઉમેરો. આ પછી ગાજર અને દૂધને થોડી વાર પકવવા દો. તે ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં કેસર, એલચી પાવડર અને ખાંડ ઉમેરો. જ્યાં સુધી તે સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી હલવાને પકાવી લો.  તૈયાર છે ગાજરનો હળવો. હવે કિસમિસ અને કાજુથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

આ સમાચાર પણ વાંચોઃ  Bharti Hexacom IPO: 11 વર્ષ પછી ટુંક સમયમાં આવી રહ્યો છે ભારતી એરટેલ કંપનીનો આ IPO.. સરકારને આટલા હજાર કરોડ રૂપિયા મળવાની અપેક્ષા.. જાણો વિગતે..

ટીપ્સ

ગાજરનો હલવો (Gajar Halwa recipe) બનાવવા માટે હંમેશા ફુલ ક્રીમ મિલ્કનો ઉપયોગ કરો.

આ વાતનું પણ ધ્યાન રાખો કે આ સ્વીટ બનાવતી વખતે તમારે ફક્ત લાલ ગાજરનો જ ઉપયોગ કરવો જોઈએ.

ગાજરનો હલવો બનાવતી વખતે સમારેલા ગાજર શ્રેષ્ઠ કામ કરે છે.

થોડો ખોયા ઉમેરવાથી આ વાનગીનો સ્વાદ વધુ વધશે.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version