News Continuous Bureau | Mumbai
Gujarati Pudla: સવારનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ( Healthy breakfast ) કોને ન ગમે? પરંતુ જો તમે રોજ એક જ નાસ્તો ખાઈને અથવા બનાવીને કંટાળી ગયા છો તો તમે પુડલા ટ્રાય કરી શકો છો. હા, પુડલા એ એક ગુજરાતી વાનગી ( Gujarati dish ) છે, જેને પેનકેક, ચીલા વગેરે તરીકે પણ ઓળખાય છે.
ગુજરાતના લોકો સામાન્ય રીતે સવારે પુડલા ખાવાનું પસંદ કરે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પુડલા મસાલેદાર ( Pudla ) અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને ઝડપથી ઘરે બનાવી શકાય છે. જ્યારે પણ તમને કંઈક હેલ્ધી ખાવાનું મન થાય તો તમે આ રેસિપી ( Recipe ) ટ્રાય કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો: Gujarati Khichu recipe : સાંજના નાસ્તામાં બનાવો ગુજરાતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ‘ખીચું’, આ રીતે બનાવશો તો નહીં રહે ગઠ્ઠા..
Gujarati Pudla: બનાવવાની વિધિ
- પુડલા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખો.
- આ પછી લોટમાં સમારેલી ડુંગળી, ટામેટા અને લસણ-આદુની પેસ્ટ ઉમેરો.
- હવે તેમાં બધા મસાલા જેવા કે કોથમીર, મીઠું, લાલ મરચું પાવડર વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- હવે તમારી પસંદગી મુજબ શાકભાજી (બારીક સમારેલા) ઉમેરો અને પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.
- ધ્યાન રાખો કે મિશ્રણ વધારે પાતળું ન હોવું જોઈએ, હવે ગેસ પર એક તવા મૂકો અને તેમાં થોડું તેલ નાખીને ગરમ કરો. જો તમે ઈચ્છો તો ઘી કે માખણનો પણ ઉપયોગ કરી શકો છો.
- હવે તૈયાર મિશ્રણને તવા પર રેડો અને તેને ગોળ આકારમાં ફેલાવો. પુડલા બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરી દો.
- તમારા પુડલા તૈયાર છે. તમે તેને દહીંની ચટણી અથવા શાકભાજી વગેરે સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.