Gujarati Pudla: સવારના નાસ્તામાં ખાઓ હેલ્થી પુડલા, આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.. નોંધી લો રેસિપી.

Gujarati Pudla: પુડલા બનાવવા માટે ચણાનો લોટ અને શાકભાજી સાથે કેટલાક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેને વધુ ખાસ બનાવે છે. તો રાહ શેની જુઓ છો, ચાલો જાણીએ પુડલા બનાવવાની સરળ રેસિપી વિશે...

by kalpana Verat
Gujarati Pudla A Vegetarian Breakfast To Kickstart The Day

News Continuous Bureau | Mumbai 

Gujarati Pudla: સવારનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ( Healthy breakfast )  કોને ન ગમે? પરંતુ જો તમે રોજ એક જ નાસ્તો ખાઈને અથવા બનાવીને કંટાળી ગયા છો તો તમે પુડલા ટ્રાય કરી શકો છો. હા, પુડલા એ એક ગુજરાતી વાનગી ( Gujarati dish )  છે, જેને પેનકેક, ચીલા વગેરે તરીકે પણ ઓળખાય છે.

ગુજરાતના લોકો સામાન્ય રીતે સવારે પુડલા ખાવાનું પસંદ કરે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પુડલા મસાલેદાર ( Pudla ) અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને ઝડપથી ઘરે બનાવી શકાય છે. જ્યારે પણ તમને કંઈક હેલ્ધી ખાવાનું મન થાય તો તમે આ રેસિપી ( Recipe ) ટ્રાય કરી શકો છો. 

આ સમાચાર પણ વાંચો: Gujarati Khichu recipe : સાંજના નાસ્તામાં બનાવો ગુજરાતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ‘ખીચું’, આ રીતે બનાવશો તો નહીં રહે ગઠ્ઠા..

Gujarati Pudla: બનાવવાની વિધિ

  • પુડલા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખો.
  • આ પછી લોટમાં સમારેલી ડુંગળી, ટામેટા અને લસણ-આદુની પેસ્ટ ઉમેરો.
  • હવે તેમાં બધા મસાલા જેવા કે કોથમીર, મીઠું, લાલ મરચું પાવડર વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરી લો.  
  • હવે તમારી પસંદગી મુજબ શાકભાજી (બારીક સમારેલા) ઉમેરો અને પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.
  • ધ્યાન રાખો કે મિશ્રણ વધારે પાતળું ન હોવું જોઈએ, હવે ગેસ પર એક તવા મૂકો અને તેમાં થોડું તેલ નાખીને ગરમ કરો. જો તમે ઈચ્છો તો ઘી કે માખણનો પણ ઉપયોગ કરી શકો છો.
  • હવે તૈયાર મિશ્રણને તવા પર રેડો અને તેને ગોળ આકારમાં ફેલાવો. પુડલા બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરી દો.
  • તમારા પુડલા તૈયાર છે. તમે તેને દહીંની ચટણી અથવા શાકભાજી વગેરે સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More