Site icon

હેલ્થ કોન્સિયસ – હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો, જાણો રેસીપી

ફળોમાં પ્રિય એવા કેળા ખાવાના શોખીન લોકો સોજી સાથે મિક્સ કરીને હલવો બનાવી શકે છે. ઘરે જ આ હલવો બનાવી શકાય છે. આ ઉપરાંત જીમમાં જતા લોકો ઓટ્સ ખાવાના પણ શોખીન હોય છે જેથી કેળા અને ઓટ્સ નો હલવો પણ બનાવી શકો છો.

Health Consious- Know how to make healthy halwa from banana

હેલ્થ કોન્સિયસ - હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો, જાણો રેસીપી

News Continuous Bureau | Mumbai

ફળોમાં પ્રિય એવા કેળા ખાવાના શોખીન લોકો સોજી સાથે મિક્સ કરીને હલવો બનાવી શકે છે. ઘરે જ આ હલવો બનાવી શકાય છે. આ ઉપરાંત જીમમાં જતા લોકો ઓટ્સ ખાવાના પણ શોખીન હોય છે જેથી કેળા અને ઓટ્સ નો હલવો પણ બનાવી શકો છો.

Join Our WhatsApp Community

હલવો એ ગુજરાતની પરંપરાગત મીઠાઈઓમાંનો એક છે અને અહીં અમે ઓટ્સ સાથે ખૂબ જ રસપ્રદ કેળાના હલવાની રેસીપી ની રીત જાણી લો.

ઓટ્સને ઉમેરાતા હેલ્ધી વાનગી બની જાય છે.ઓટ્સ, કેળા, દૂધ, સુગર ફ્રી (ખાંડ) અને ખજૂરનો બનેલો આ સ્વાદિષ્ટ હલવો પોતાનામાં એક અનોખી રેસીપી છે. જેને તમે તમારી પસંદગીના કોઈપણ પ્રસંગે તમારા મહેમાનોને પીરસી શકો છો અને ખાઈ શકો છો. આ હલવાની રેસીપી 30 મિનિટમાં બનાવી શકાય છે અને રાત્રિભોજન અથવા લંચમાં પણ લઈ શકાય છે. ફિનિશિંગ ટચ આપવા માટે, તમે તેને કાજુ અને તમારી પસંદગીના અન્ય ડ્રાય ફ્રૂટ્સ થી ગાર્નીશ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : રેસિપી / સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ, નોંધી લો રેસિપી

સૌપ્રથમ કેળાની છાલ કાઢીને એક બાઉલમાં કટકા કરીને મૂકી દો. બાઉલને બાજુ પર રાખો. પછી ખજૂર માંથી બીજ કાઢીને ચૉપિંગ બોર્ડ પર કાપીને એક બાઉલમાં બાજુ પર રાખો. હવે એક મોટા તવાને મધ્યમ તાપે મૂકો અને તેમાં ઘી ગરમ કરો. તેમાં ઓટ્સને ત્યાં સુધી ફ્રાય કરો જ્યાં સુધી તેમાંથી સુગંધ ના આવે. ત્યાર બાદ થોડો ગેસ ધીમો કરો અને એક કડાઈમાં દૂધ સાથે 1 કપ પાણી નાખો. હવે તેમાં ખાંડ અને ખજૂર ઉમેરો. મિશ્રણમાં ખાંડ સંપૂર્ણપણે ભળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. ધીમા તાપે કડાઈને રાખો. હવે ગેસ બંધ કરો અને ખીરમાં છૂંદેલા કેળા ઉમેરો. જો ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ્સ પણ ગાર્નિશ કરીને અંદર નાખો, પછી હળવા તાપે સર્વ કરો.

 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version