Site icon

Kadai Methi Paneer : શિયાળામાં, પરાઠા સાથે મસાલેદાર કઢાઈ મેથી પનીર ખાઓ, આ ટેસ્ટી રેસીપી તમારા દિવસને ખાસ બનાવશે.

Kadai Methi Paneer : મોટાભાગના લોકોને પનીરમાંથી બનેલી વાનગીઓ પસંદ હોય છે. ભારતમાં પનીરના શોખીન લોકો મોટી સંખ્યામાં છે. પનીર ખાવું સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે અને તેનું સેવન શાકાહારી લોકો માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. સ્વાસ્થ્ય લાભો ઉપરાંત, પનીરમાંથી બનેલી વાનગીઓ પણ તેના સ્વાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

Kadai Methi Paneer Follow These Easy Steps on How to Make This restaurant Style Dish at Home

Kadai Methi Paneer Follow These Easy Steps on How to Make This restaurant Style Dish at Home

News Continuous Bureau | Mumbai

Kadai Methi Paneer : પનીર ( Paneer )  ની ભાજી જોઈને જેને ભૂખ લાગી ન હોય તેને પણ ખાવાનું મન થઇ જાય છે. લગભગ દરેક વ્યક્તિ જે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જાય છે તે પનીરની ભાજીનો ઓર્ડર આપે છે. પનીરની ભાજીને લોકો ખુબ જ મજા લઇને ખાય છે.  

Join Our WhatsApp Community

પરંતુ જો તમે એકની એક પનીરની ભાજી ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ શિયાળાની ખાસ મસાલેદાર કઢાઈ મેથી પનીર રેસીપી   કરો. તમે આ ભાજીને બપોરના ભોજનમાં પરાઠા ( Paratha ) સાથે સર્વ કરી શકો છો. આ ભાજી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. એટલું જ નહીં, આ ભાજીમાં હાજર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ જેવા તમામ પોષક તત્વો તેને ખાવા માટે હેલ્ધી બનાવે છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના, ચાલો જાણીએ કે કેવી રીતે બનાવાય સ્પાઈસી કઢાઈ મેથી પનીર ( Kadai Methi Paneerરેસીપી ( Recipe ) .

મસાલેદાર કઢાઈ મેથી પનીર બનાવવા માટેની સામગ્રી-

આ સમાચાર પણ વાંચો : Mumbai: ટ્રક ચાલકોની હડતાળની અસર.. મુંબઈના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં થયો ધરખમ ઘટાડો..

સ્પાઈસી કઢાઈ મેથી પનીર બનાવવાની રીત-

મસાલેદાર કઢાઈ મેથી પનીર બનાવવા માટે મેથી પનીર બનાવવા માટે સૌથી પહેલા મેથી લો અને તેને બારીક સમારી લો. આ પછી એક પેન લો અને તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને સાંતળો. તેમાં સમારેલી ડુંગળી, લસણ અને આદુ ઉમેરી મધ્યમ તાપ પર સાંતળો. ડુંગળીનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં સમારેલા ટામેટાં, કાજુ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે ટામેટાં નરમ થઈ જાય અને બરાબર શેકાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ઠંડુ કરીને મિક્સરમાં પીસી લો. આ રીતે મેથી પનીર શાક માટેની ગ્રેવી તૈયાર છે.

હવે પેનમાં તેલ ઉમેરો અને તેને ફરીથી ગરમ કરો, પનીરના ટુકડા ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. આ પછી પનીરને પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો. હવે કડાઈમાં થોડું તેલ ઉમેરો અને ઝીણી સમારેલી મેથીને મધ્યમ તાપ પર ચડવા દો. તેને લગભગ 3-4 મિનિટ સુધી પકાવો. હવે મેથીમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું ઉમેરીને મિક્સ કરો અને થવા દો. હવે તેમાં અગાઉ તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો.

આ પછી, કડાઈમાં પાણી ઉમેરો અને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં પનીર અને દૂધ ઉમેરીને ચઢવા દો. મધ્યમ તાપ પર લગભગ 5 થી 7 મિનિટ સુધી ગ્રેવીને થોડી ઘટ્ટ થવા દો. આ પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ મેથી પનીર કરી. તેને લંચ અથવા ડિનરમાં પીરસતા પહેલા તેને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version