News Continuous Bureau | Mumbai
Kashmiri Dum Aloo : ‘દમ આલૂ’ કાશ્મીર ની પ્રખ્યાત વાનગી (Kashmiri Dum Aloo) પૈકીની એક છે. કાશ્મીરી દમ આલૂ ઉતર ભારતમાં વ્યાપક રૂપે પસંદ કરવામાં આવતું શાક છે જેમાં બટાકાને દહીં અને મસાલાથી બનાવેલી ગ્રેવીમાં પકાવવામાં આવે છે. તેને પુરી, પરાઠા, રોટલી સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ઘરે કાશ્મીરી દમ આલૂ બનાવી શકો છો અને તેને ખાવાની મજા માણી શકો છો. આવો જાણીએ આ બનાવવાની સરળ રેસિપી-
કાશ્મીરી દમ આલૂ માટેની સામગ્રી:
નાના કદના બટાકા – 8-10
તેલ – 2 ચમચી
કાશ્મીરી લાલ મરચું – 1 ચમચી
આદુ પાવડર – 1/2 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
કઢી પત્તા – 3
તજ – 2 ટુકડા
જીરું પાવડર – 1 ચમચી
કાળી એલચી- 1
તમાલપત્ર ના 2-3 પાન
વરિયાળી પાવડર – 1 ચમચી
મેથીના પાન- 1 ચમચી
પાણી – જરૂરીયાત મુજબ
સ્વાદ માટે મીઠું
આ સમાચાર પણ વાંચો : Mission Aditya L1: સૂર્ય મિશન આદિત્ય L1 લોન્ચ, ISRO શા માટે સૂર્યનો અભ્યાસ કરવા માંગે છે? જાણો સંપુર્ણ વિગત.. વાંચો અહીં..
કાશ્મીરી દમ આલૂ કેવી રીતે બનાવશો:
સૌપ્રથમ કાંટાની મદદથી બટાકામાં નાના-નાના છિદ્રો બનાવીને બાફી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બાફેલા બટાકાને 10-15 મિનિટ સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય. એક અલગ કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં કાળી ઈલાયચી, તજ અને તમાલપત્ર નાંખો. પછી તેમાં કાશ્મીરી મરચાંનો પાવડર અને થોડું પાણી ઉમેરીને ગ્રેવી બનાવો. તૈયાર કરેલી ગ્રેવીમાં ક્રિસ્પી બટેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને થોડું પાણી નાખીને મિક્સ કરો. હવે તેમાં આદુ પાવડર, ગરમ મસાલો, જીરું પાવડર, વરિયાળી પાવડર અને મેથીના પાન નાખી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. લો તૈયાર છે કાશ્મીરી દમ આલુ. તેને સર્વિંગ ડીશમાં કાઢીને પુરી, પરાઠા, રોટલી સાથે ગરમા-ગરમ સર્વ કરો.