Site icon

kharavas : હાથગાડી પર મળતી ખારવાસ એટલે કે બરી હવે ઘરે જ બનાવો, તે પણ ચિક મિલ્ક વગર.. ફટાફટ નોંધી લો રેસિપી..

kharavas :ખારવાસ ગાય કે ભેંસના પહેલા દૂધમાંથી બનાવવામાં આવે છે. આ દૂધમાં કોલોસ્ટ્રમ હોય છે, જેના કારણે તે વધુ અસરકારક બને છે. કોલોસ્ટ્રમ એન્ટીઑકિસડન્ટો અને એન્ટિબોડીઝમાં વધુ હોય છે, જે બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જ્યારે આ દૂધને ઉકાળવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ અને બનાવટ બંને ચીઝ જેવું લાગે છે. ચાલો જોઈએ કે ચિક મિલ્ક વગર ખારવાસ એટલે કે બળી કેવી રીતે બનાવવી

kharavas How To Make Kharvas Without Chick Milk

kharavas How To Make Kharvas Without Chick Milk

  News Continuous Bureau | Mumbai 

kharavas :ખારવાસ અથવા બળી ખાવાનું કોને ન ગમે? જે પ્રસૂતિ સમયે ગર્ભવતી ગાય કે ભેંસમાંથી નીકળતા દૂધમાંથી  બનાવવામાં આવે છે. પરંતુ હવે શહેરમાં ગાય-ભેંસ ક્યાં જોવા મળે છે..! ગામડાઓમાં આજે પણ ચીકમાંથી ખારવાસ બનાવવામાં આવે છે. જોકે ( Bari Recipe In Gujarati ) તમે શહેરમાં રહેતા હોવ તો પણ હવે તમે સરળતાથી સોફ્ટ ખારવાસ ઘરે જ બનાવી શકો છો. નવી વાછરડીવાળી ગાયનું દૂધ એટલે કે વાછરડાના જન્મ પછી ગાય અથવા ભેંસનું પ્રથમ દૂધ અને તેમાંથી બનાવેલી મીઠાઈઓ ‘બોવાઈન કોલોસ્ટ્રમ,’ ‘ખારવાસ,’ ‘પીયૂષ’, ‘પાયોસ,’ ‘અમૃત’, ‘સુધા’, ‘બળી’ સહિત અનેક નામથી ઓળખાય છે.

Join Our WhatsApp Community

આજે અમે તમારી સાથે દૂધ અને કેટલીક પસંદ કરેલી સામગ્રી વડે ખારવાસ કેવી રીતે બનાવવો તેની એક સરળ રેસીપી શેર કરી રહ્યા છીએ. આ રેસીપી અજમાવી જુઓ. 

kharavas : ચિક મિલ્ક વગર ખારવાસ બનાવવા માટે સામગ્રી:-

આ સમાચાર પણ વાંચો: Lunch Recipe: બપોરના લંચમાં ઘરે બનાવો ફુદીના છોલે , ટેસ્ટમાં બનશે બજાર કરતા પણ બેસ્ટ; ફ્ટાગત નોંધી લો રેસિપી..

kharavas :ચિક મિલ્ક વગર ખારવાસ બનાવવાની રીત  :-

સૌથી પહેલા એક મોટા બાઉલમાં દૂધ નાખો. હવે આ દૂધમાં એક કપ મિલ્ક પાવડર ઉમેરો. દૂધમાં મિલ્ક પાવડર નાખ્યા પછી ચમચીની મદદથી મિલ્ક પાવડરને દૂધમાં પૂરી રીતે ઓગાળી લો. દૂધ અને મિલ્ક પાવડર  સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં દહીં નાખો. દહીં નાખ્યા પછી, આ મિશ્રણને સ્મૂધ ન થાય ત્યાં સુધી હલાવતા રહો. પછી આ તૈયાર મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. આ બધા મિશ્રણને એકરૂપ ન થાય ત્યાં સુધી હલાવો. હવે આ મિશ્રણને એક અલગ બાઉલમાં રેડો અને તેની ઉપર એલચી પાવડરને સ્પ્રિન્કલ કરો. આ બધા મિશ્રણને એક વાસણમાં સેટ કર્યા પછી, તેના પર એલ્યુમિનિયમ ફોઇલ વડે બાઉલને સંપૂર્ણપણે ઢાંકી દો.બીજી બાજુ એક મોટા વાસણમાં પાણી લો અને તેની અંદર આ ખારવાસનો બાઉલ મૂકો અને ઉપર ઢાંકણ મૂકો.

 આ વાસણને ગેસની ધીમી આંચ પર રાખો અને તેને 40 મિનિટ સુધી સ્ટીમ કરો. નિર્ધારિત સમય પછી, ટૂથપીક લો અને તેને અંદરથી ખારવાસ ચડી છે કે કેમ તે તપાસો. જો ખારવાસનું મિશ્રણ ટૂથપીક પર ચોંટી જાય તો તે બરાબર પાકતું નથી. ખારવાસને સ્ટીમ કર્યા પછી તેને થોડુ ઠંડુ થવા દો, તે ઠંડું થઈ જાય પછી તેને 1 થી 2 કલાક ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખો. ચિક મિલ્ક વગરનું ખારવાસ ખાવા માટે તૈયાર છે. આ ઠંડા પડેલા ખારવાને સ્લાઈસમાં કાપીને ખાવા માટે સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version