તમે ક્યારેય નહીં ખાધા હોય એવા બાજરી ના લોટ ના ચીલા , ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સોફ્ટ ,જાણો બનાવવાની રીત

આ ચીલા ને ઘણા બાજરીના ચમચમિયા ને ઘણા બાજરી ના પેન કેક પણ કહેતા હોય છે ચીલા આપણે અલગ અલગ દાળ માંથી કે બેસન માંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે બાજરા ના લોટ અને મેથી માંથી ચીલા બનાવશું જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે

by Dr. Mayur Parikh
Know how to make bajra chilla

News Continuous Bureau | Mumbai

આ ચીલા ને ઘણા બાજરીના ચમચમિયા ને ઘણા બાજરી ના પેન કેક પણ કહેતા હોય છે ચીલા આપણે અલગ અલગ દાળ માંથી કે બેસન માંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે બાજરા ના લોટ અને મેથી માંથી ચીલા બનાવશું જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે

બાજરી મેથીના ચીલા બનાવવા જરૂરી સામગ્રી

બાજરા નો લોટ 1 કપ

મેથી સુધારેલ1/2 કપ

લીલુ લસણ સુધારેલ 4-5 ચમચી

આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી

લીલા મરચા સુધારેલા 1-2

અજમો 1/2 ચમચી

લાલ મરચાનો પાઉડર 1 ચમચી

સફેદ તલ 1 +2 ચમચી

દહી 1/2 કપ

અધ કચરા પીસેલા ધાણા 1-2 ચમચી

બેકિંગ સોડા / ઇનો 1/4 ચમચી

સ્વાદ મુજબ મીઠું

પાણી જરૂર મુજબ

તેલ જરૂર મુજબ

આ સમાચાર પણ વાંચો : રોઝ ડે 2023: જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો તેને ગુલકંદથી ભરેલા રોઝ લાડુ બનાવીને ખવડાવો.

બાજરી મેથીના ચીલા બનાવવાની રીત

બાજરી મેથીના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચા, અજમો, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, દહી, અધ કચરા પીસેલા ધાણા, ઇનો / બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી લીલી મેથી અને લીલું લસણ ઝીણું સમારેલું લસણ ને નાખો અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ માંથી ચીલા બનાવવા જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો

હવે ગેસ પર એક તવી પર એક બે ચમચી તેલ નાખો એના પર સફેદ તલ ચપટી એક નાખો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો ને ઉપર ચપટી તલ છાંટી ને મિડીયમ તાપે ગોલ્ડન ચડવા દયો ત્યાર બાદ ઉપરથી ચમચી એક તેલ નાખો

ત્યાર બાદ ચીલા ને ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક ચીલા ને શેકી લ્યો અને ચટણી કે સોસ કે ચા સાથે સર્વ કરો બાજરા મેથીના ચીલા

આ સમાચાર પણ વાંચો : ડોમેસ્ટિક કંપની Noise એ રગ્ડ સ્માર્ટવોચ લોન્ચ કરી, બ્લૂટૂથ કોલિંગ પણ મળશે.

 

Join Our WhatsApp Community

You may also like