Site icon

ઉત્તર ગુજરાતના લીલા લસણના ટોઠા, ફટાફટ નોંધી લો આ ટેસ્ટી રેસિપી..

ઉત્તર ગુજરાતમાં શિયાળા બનતા લીલા લસણના ટોઠા જે ધરતીનું અમૃત એવી છાસ સાથે મજા માણો.

lila lasan na thotha receipe

ઉત્તર ગુજરાતના લીલા લસણના ટોઠા, ફટાફટ નોંધી લો આ ટેસ્ટી રેસિપી..

News Continuous Bureau | Mumbai

લીલા લસણના ટોઠા : 

ટોઠા ૧ વાટકી, તુવેર ૧ વાટકી, 500 ગ્રામ જેટલું સમારેલ લીલું લસણ(વધુ લસણ પણ લઈ શકાય ), ઝીણી સમારેલી ડુંગળી ૩ વાટકી, ટામેટાની પ્યુરી ૨ વાટકી, આદુ-મરચાની પેસ્ટ ૩ ચમચી,  3-4 ચમચા તેલ, ચપટી હીંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું કેમ કે આદુ મરચાની પેસ્ટ પણ આવશે, ¼ ચમચી ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ. 

Join Our WhatsApp Community

લીલા લસણના ટોઠાની રીત : 

તુવેરને ધોઈને ૫ કલાક પલળવા દો. કૂકરમાં ગ્લાસ પાણી અને મીઠુ નાંખી તુવેરને પાંચ એક સીટી વાગે ત્યાં સુધી બફાવા દો. કૂકર ઉતાર્યા ના થોડા સમય બાદ તુવેર બરાબર સોફ્ટ થઈ ગઈ છે કે નહિ તે ચેક કરી લો.ન થઈ હોય તો પાછી એકાદ સીટી વાગવા દો કેમ કે તુવેર નરમ હશે તો ટોઠા ખાવાની મજા આવશે. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ હીંગ અને જીણું સમારેલ લીલું લણસ નાખો. લસણ સંતળાય એટલે તેમાં ડુંગળી નાંખી સાંતળો. ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો. આ બધુ જ બરાબર સંતળાય એટલે તેમાં ટામેટાની પ્યુરી નાખી દસેક મિનિટ હલાવતા રહો. બધુ બરાબર એકરસ થઈ જાય પછી બાફેલી તુવેરને નાખી બરાબર હલાવો અને તેમાં ગરમ મસાલો, ગોળ, લીંબુ વગેરે સ્વાદાનુસાર ઉમેરો. પસંદ હોય તો તેમાં લીલી ડુંગળી કે કોથમીર નાખો. તમે લસણના ટોઠા બ્રેડ, ઝીણી સેવ અને જલેબી સાથે ગરમા ગરમ પીરસો. છાસ સાથે આરોગો

આ સમાચાર પણ વાંચો:  ઢાબા જેવુજ ટેસ્ટી સરસવ નું શાક – સરસો દા સાગ બનાવવાની રીત

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version