Site icon

રેસિપી / બહાર જેવા જ બ્રેડ પકોડા ઘરે બનાવો, નોંધી લો રેસિપી ઝડપથી

આ રેસિપી ભારતનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. બ્રેડ પકોડા બ્રેડના ટુકડા, ચણાનો લોટ, બટાકા અને ઘણા બધા મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે તમે ભારતનું આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ઘરે કેવી રીતે બનાવી શકો છો અને તમારા પરિવાર સાથે તેનો આનંદ માણી શકો છો

make street style bread pakora at by following this recipe-

રેસિપી / બહાર જેવા જ બ્રેડ પકોડા ઘરે બનાવો, નોંધી લો રેસિપી ઝડપથી

News Continuous Bureau | Mumbai

બ્રેડ પકોડા (bread pakora)  એ એક સ્વાદિષ્ટ ભારતીય તળેલી રેસિપી  (fried dish) છે. તમે સાંજના નાસ્તા તરીકે અથવા સવારના નાસ્તા તરીકે બ્રેડ પકોડા ખાઈ શકો છો. આ રેસિપી ભારતનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ (Street food) છે. બ્રેડ પકોડા બ્રેડના ટુકડા, ચણાનો લોટ, બટાકા અને ઘણા બધા મસાલા મિક્સ (recipe) કરીને બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે તમે ભારતનું આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ઘરે કેવી રીતે બનાવી શકો છો અને તમારા પરિવાર સાથે તેનો આનંદ માણી શકો છો.

Join Our WhatsApp Community

સામગ્રી

રીત

આ સમાચાર પણ વાંચો: સરાહનીય / મોદી સરકારના આ પગલાથી આઠ વર્ષમાં થઈ બે લાખ કરોડની બચત, નાણામંત્રીએ આપ્યુ મોટું નિવેદન

સૌ પ્રથમ એક પેન લો, ગેસ પર પેન ગરમ કરો અને તેમાં તેલ નાખ્યા વગર ધાણા, જીરું 2 થી 3 મિનિટ શેકી લો. જ્યારે તે સારી રીતે શેકાઈ જાય અને તેમાંથી સુગંધ આવવા લાગે, ત્યાર બાદ તેને મિક્સર ગ્રાઇન્ડર પર મૂકી તેનો ઝીણો પાવડર બનાવી લો. હવે પેનમાં તેલ મુકો, તેલ ઉમેરો અને તેલને બરાબર ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું અથવા છીણેલું આદુ નાખો. આ પછી, તેમાં બારીક સમારેલા લીલા મરચા ઉમેરો અને ચમચીની મદદથી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં તૈયાર કરેલ લાલ મરચું પાવડર, સૂકી કેરીનો પાવડર, જીરું અને ધાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો અને બાફેલા બટાકા ક્રશ કરીને મિક્ષ કરીને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. હવે બીજા વાસણમાં ચણાનો લોટ, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેનું બેટર તૈયાર કરો. બેટર તૈયાર થયા બાદ તેને એક બાજુ 5 થી 7 મિનિટ સુધી આ રીતે રહેવા દો. આ પછી, બ્રેડ સ્લાઈસમાં બાફેલા બટેટાનો તૈયાર કરેલો માવો નાખીને તેને સારી રીતે ફેલાવો, ત્યારબાદ તેના પર બીજી બ્રેડની સ્લાઈસ મૂકીને તેને સારી રીતે દબાવો. હવે બ્રેડના ટુકડાને ચણાના લોટમાં બોળીને ડીપ ફ્રાય કરો. તમારા સ્વાદિષ્ટ બ્રેડ પકોડા તૈયાર છે, મેયોનીઝ, ફુદીનાની ચટણી અથવા તમારી પસંદની કોઈપણ ચટણી સાથે તેનો આનંદ લો. 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version