Site icon News Continuous Bureau | Mumbai

Vegetable Muthiya: શિયાળામાં બનાવો હેલ્થી ટેસ્ટી અને સોફ્ટ મિક્સ વેજીટેબલ મુઠીયાની રેસીપી

Vegetable Muthiya: મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો ને બાળકો કે મોટા જે શાક ના ખાતા હોય એ પણ નાખી ખવરાવી શકો છો તોચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત

make this delicious vegetable muthiya receipe in winter

make this delicious vegetable muthiya receipe in winter

News Continuous Bureau | Mumbai

Vegetable Muthiya:  મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો તો બાળકો કે મોટાને જે શાકના ભાવે તે નાખતા પણ સ્વાદીષ્ટ લાગશે તેમજ પોષક તત્વો પણ વેજીટેબલ્સના મળશે. તો ચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીતને જાણીએ.

Join Our WhatsApp Channel

Vegetable Muthiya: મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

• ઘઉંનો લોટ 174 કપ
• બેસન 1/4 કપ
• સોજી 1/4 કપ
• છીણેલી દૂધી 1/4 કપ
• છીણેલી પાનકોબી 1/2 કપ
• ઝીણું સમારેલું કેપ્સીકમ 4 કપ
• મકાઈ ના દાણા કપ
• આદુ 1/2 ઇંચ + મરચા 2-3 ની પેસ્ટ
• લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
• લીંબુ નો રસ 1 ચમચી
• હળદર 1/2 ચમચી
• લાલ મરચાનો પાઉડર 1 ચમચી
• સફેદ તલ 1+1 ચમચી
• વરિયાળી 1 ચમચી
• તેલ 3+3 ચમચી
• સ્વાદ મુજબ મીઠું
• રાઈ 1 ચમચી
• મીઠા લીમડાના પાન 7-8

આ સમાચાર પણ વાંચો : અલગ જ રીતથી બનાવો ખજૂર-લીંબુની ખાટીમીઠી ચટણી, આંગળાં ચાટતા રહી જશે લોકો..

Vegetable Muthiya: મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ,મકાઈ ના દાણા આખા કે અધ કચરા પીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો ને જરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )

હવે ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકો ને એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને મુઠીયા ના લોટ માંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈ માં મૂકી ઢાંકી ને પંદર થી વીસ મિનિટ ફૂલ તાપે ચઢવા દેવા

વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા

આ સમાચાર પણ વાંચો :હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો? તમે જાન્યુઆરીમાં આ સ્થળોએ બરફવર્ષાનો આનંદ માણી શકો છો

Rajkot Yellow Chutney Recipe હવે રાજકોટ ગયા વગર ઘરે જ માણો અસલ સ્વાદ! માત્ર ૧૦ મિનિટમાં તૈયાર કરો સ્પેશિયલ પીળી ચટણી આ છે હલવાઈનું અસલી સિક્રેટ!
Sharad Purnima Kesar Poha શરદ પૂનમ પર માત્ર ૧૫ મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ કેસરઈલાયચી દૂધ પૌઆ, પ્રસાદ માટેની સૌથી સરળ રેસિપી
Multigrain Flour Recipe બજારના પ્રોસેસ્ડ પેકેટને બદલે ઘરે બનાવો મલ્ટિગ્રેન લોટ, ઘઉં, રાગી, જવ, ચણા અને સોયાબીનનું સચોટ પ્રમાણ જાણી લો
Dussehra Lucky Food Recipes દશેરા પર સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવતી અનોખી વાનગીઓ જાણો કઈ રેસિપી આરોગવાથી નસીબ ચમકે છે
Exit mobile version