Site icon

Masala Pav Recipe: રવિવારે ઘરે જ બનાવો મુંબઈના ફેમસ મસાલા પાઉં, એકદમ સરળ છે રેસિપી; ફટાફટ નોંધી લો..

Masala Pav Recipe: સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત, મસાલા પાવ ઘણીવાર ઘરે જ તૈયાર અને ખાવામાં આવે છે. તમે નાસ્તામાં પણ આ ફૂડ ડીશ તૈયાર કરી શકો છો. જો તમે દરરોજ એક જ નાસ્તો ખાવાથી કંટાળી ગયા હોવ અને સ્વાદિષ્ટ અને મસાલેદાર નાસ્તો કરવા માંગો છો, તો મસાલા પાવ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

Masala Pav Recipe Mumbai's Iconic Masala Pav A Spicy Delight You Can't Resist

Masala Pav Recipe Mumbai's Iconic Masala Pav A Spicy Delight You Can't Resist

  News Continuous Bureau | Mumbai

Masala Pav Recipe:મસાલા પાવ મુંબઈની લોકપ્રિય વાનગીઓમાંની એક છે, જે સવારથી સાંજના નાસ્તામાં પસંદ કરવામાં આવે છે. આ એક એવી વાનગી છે, જે તમને શહેરના દરેક ખૂણ સરળતાથી મળી જશે. તમે સફરમાં પણ આ મસાલેદાર સ્ટ્રીટ ફૂડ સરળતાથી ખાઈ શકો છો. પરંતુ જો તમે મુંબઈમાં નથી રહેતા પણ મુંબઈના આ ફેમસ સ્ટ્રીટ ફૂડની મજા માણવા માંગો છો, તો અમે તમારા માટે લાવ્યા છીએ સ્ટ્રીટ સ્ટાઈલ મસાલા પાવની રેસિપી. આ સ્વાદિષ્ટ મસાલા પાવ એવી વાનગી છે જે તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ.

Join Our WhatsApp Community

 Masala Pav Recipe: મસાલા પાવ માટેની સામગ્રી

  Masala Pav Recipe:મસાલા પાવ કેવી રીતે બનાવશો?

સૌ પ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન બટર લો. બટર ઓગળવા ત્યારે તેમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને વધુ બે મિનિટ સાંતળો. હવે તેમાં સમારેલા ટામેટાં અને કેપ્સિકમ ઉમેરો. બધા મસાલા, હળદર, પાવભાજી મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મિશ્રણને 5 મિનિટ સુધી પકાવો. મિશ્રણને હળવા હાથે મેશ કરવા માટે મેશરનો ઉપયોગ કરો. ભાજીને કોથમીરથી ગાર્નિશ કરીને ગેસ બંધ કરો.

આ સમાચાર  પણ વાંચો :  Rava Dhokla Recipe : નાસ્તામાં ઝટપટ બનાવો ગુજરાતી રવાના ઢોકળા, નોંધ કરી લો રેસિપી…

હવે એક નોનસ્ટીક પેન લો અને તેના પર થોડું માખણ નાખીને ગરમ કરો. આ પછી, પાવની બે સ્લાઈસ લો અને તેને તવા પર બંને બાજુથી થોડો શેકી લો. આ પછી, પાવને તમારા હાથમાં લો અને તેના પર તૈયાર ભાજી મસાલાને સારી રીતે ફેલાવો. તેની સાથે ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને લીલા ધાણા નાંખો અને બીજા પાવ વડે બંધ કરો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ મસાલા પાવ. એ જ રીતે બાકીના પાવમાંથી મસાલા પાવ તૈયાર કરો અને સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version