Site icon

Moong Dal Laddu : રક્ષાબંધન પર મગની દાળના લાડુથી કરાવો ભાઈનું મોં મીઠુ, જાણો તેને બનાવવાની રીત..

Moong Dal Laddu :આ વર્ષે જો તમે તમારા ભાઈને બજારમાંથી નહીં પણ તમારા પોતાના હાથે બનાવેલી મીઠાઈ ખવડાવવા માંગતા હોવ તો મગની દાળના લાડુની આ રેસીપી અજમાવો.

Moong Dal Laddu : know how to make tasty homemade moong dal laddu recipe on Raksha Bandhan

Moong Dal Laddu : રક્ષાબંધન પર મગની દાળના લાડુથી કરાવો ભાઈનું મોં મીઠુ, જાણો તેને બનાવવાની રીત..

News Continuous Bureau | Mumbai 

Moong Dal Laddu :ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન(Raksha Bandhan) નો તહેવાર આવી રહ્યો છે. આ વર્ષે ભાઈ-બહેનને સ્નેહના બંધનમાં બાંધતો આ તહેવાર 19 ઓગસ્ટના ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર પ્રેમનો દોરો બાંધે છે અને તેમનું મોં મીઠું કરાવે છે. આ વર્ષે, જો તમે તમારા ભાઈને બજારમાંથી નહીં પણ તમારા પોતાના હાથથી બનાવેલી મીઠાઈ ખવડાવવા માંગો છો, તો મગની દાળના લાડુ( Moong Dal Laddu)ની આ સ્વાદિષ્ટ રેસિપી અજમાવો.

Join Our WhatsApp Community

મગની દાળના લાડુ બનાવવા માટેની સામગ્રી-

-1 કપ મગની દાળ
-1/4 કપ પાઉડર ખાંડ
– 1/4 કપ દેશી ઘી
– બારીક સમારેલા ડ્રાયફ્રુટ્સ

આ સમાચાર પણ વાંચો : Employement Fair : પ્રધાનમંત્રી શ્રી 28મી ઓગસ્ટે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

 

મગની દાળના લાડુ બનાવવાની રીત-

મગની દાળના લાડુ બનાવવા માટે સૌપ્રથમ મગની દાળને એક તપેલીમાં મૂકી મધ્યમ તાપ પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો, પછી ગેસ બંધ કરીને દાળને ઠંડી થવા માટે રાખો. દાળ ઠંડી થાય એટલે તેને મિક્સરમાં પીસીને તેનો પાવડર તૈયાર કરો. હવે દાળના લાડુ બનાવવા માટે એક કડાઈમાં દાળનો પાઉડર નાંખો અને 10 મિનિટ સુધી સતત હલાવતા રહો. જ્યારે દાળ કડાઈથી અલગ થવા લાગે તો સમજી લેવું કે દાળ સારી રીતે શેક્યા પછી તૈયાર છે. હવે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડી થવા માટે રાખો. આ પછી તેમાં દળેલી ખાંડ, ડ્રાય ફ્રૂટ અને ઘી નાખીને લાડુ બનાવો. લાડુને ગાર્નિશ કરવા માટે તેના પર સમારેલા બદામ મુકો. તૈયાર છે મગની દાળના લાડુ.
 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version