Site icon News Continuous Bureau | Mumbai

Morning breakfast : સવારના નાસ્તામાં બનાવો હેલ્ધી સોજીના ચીલા; દિવસભર રહેશો ઉર્જાવાન.. નોંધી લો રેસિપી..

સોજી ચીલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ભારતીય નાસ્તા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તમે ઇચ્છો ત્યારે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તમે તેને લંચ બોક્સમાં પેક કરીને લઈ જઈ શકો છો.

Morning breakfast How to make Sooji Chilla Recipe at Home

Morning breakfast How to make Sooji Chilla Recipe at Home

News Continuous Bureau | Mumbai

Morning breakfast : સવારનો નાસ્તો એ આખા દિવસના આહારનો મુખ્ય ભાગ છે. આ નાસ્તો ટેસ્ટી તેમજ હેલ્ધી હોવો જોઈએ. આજકાલ દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે, આવી સ્થિતિમાં નાસ્તો એવો હોવો જોઈએ કે તે તમારું વજન જાળવી રાખે. જો કે નાસ્તા માટે ઘણા વિકલ્પો છે, પરંતુ જ્યારે સ્વાદિષ્ટ, હળવા મસાલેદાર અને મજેદાર નાસ્તાની વાત આવે છે, તો સોજીના ચીલાથી વધુ સારું બીજું કંઈ નથી. આ નાસ્તો ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે, તેથી તમારે સોજીના ચીલા બનાવવાની રેસીપી ટ્રાય કરવી જોઈએ.

Join Our WhatsApp Channel

સોજી ચીલા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ભારતીય નાસ્તા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. સોજી ખાવામાં અને પચવામાં સૌથી સરળ છે, તેથી તેમાંથી બનાવેલ ચીલા જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે ઇચ્છો ત્યારે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તમે તેને લંચ બોક્સમાં પેક કરીને લઈ જઈ શકો છો. 

Morning breakfast : સોજીના ચીલા બનાવવા સામગ્રી

આ સમાચાર પણ વાંચો: Lunch Recipe: બપોરના લંચમાં ઘરે બનાવો ફુદીના છોલે , ટેસ્ટમાં બનશે બજાર કરતા પણ બેસ્ટ; ફ્ટાગત નોંધી લો રેસિપી..

Morning breakfast : સોજીના ચીલા બનાવવાની રીત

સૌપ્રથમ સોજીના ચીલાનું બેટર તૈયાર કરો. આ માટે એક મોટો બાઉલ લો. તેમાં એક કપ સોજી ઉમેરો અને તેને દહીં સાથે સારી રીતે ફેટી લો. હવે બેટરમાં થોડું પાણી ઉમેરો, જેથી તે ઘટ્ટ થઈ જાય. આ પછી બેટરને ઢાંકીને પાંચથી પંદર મિનિટ રહેવા દો.

નિર્ધારીત સમય બાદ હવે આ બેટરમાં લીલા ધાણા, લીલા ઝીણા સમારેલા મરચા, બારીક સમારેલી ડુંગળી, એક ચપટી મસાલો, લસણ-મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખીને ફરીથી બરાબર ફેટી લો. હવે નોન-સ્ટીક તવાને ગેસ પર મૂકો અને તેને ગરમ થવા દો. તેલ પર એક ચમચી તેલ રેડો અને બેટરને તવા પર ઢોસાની જેમ ફેલાવો.

થોડી વાર પછી જો ચીલા તવા ઉપર ચઢી જાય તો તેને ધીમા તાપે ફેરવીને બીજી બાજુથી પણ સારી રીતે શેકો. તૈયાર છે સોજી ચીલા. હવે તમે આ ચીલાને કોથમીર-મરચાની લીલી ચટણી અથવા ટામેટા સોસ સાથે ખાઈ શકો છો.

Aloo Cheese Pinwheels Diwali Recipe દિવાળી પાર્ટીમાં ચાર ચાંદ લગાવશે આ અનોખો નાસ્તો માત્ર ૧૫ મિનિટમાં તૈયાર થતાં ‘આલૂ ચીઝ પિનવ્હીલ્સ’ની સરળ રેસિપી
Ribbon Murukku Diwali Snack દિવાળીના નાસ્તામાં બનાવો દક્ષિણ ભારતનું પ્રખ્યાત ‘રિબન મુરુક્કુ’ ચા સાથે પીરસવા કે ગિફ્ટ બોક્સ પેક કરવા માટે પરફેક્ટ ક્રિસ્પી નમકીન
Halloween Special Spider Web Brownie હેલોવીન પર બનાવો સ્પાઈડર વેબ બ્રાઉની બાળકોની થીમ પાર્ટી માટે બેસ્ટ ચોકલેટ ટ્રીટ, જાણો સરળ રેસિપી
Homemade Rasgulla Recipe ઘરે જ બનાવો હલવાઈ જેવા ટેસ્ટી અને રસદાર રસગુલ્લા જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Exit mobile version