Site icon

Navratri Bhog Recipe: આજે દુર્ગાષ્ટમી પર માતા મહાગૌરીને અપર્ણ કરો નારિયેળના લાડુ, મળશે આશીવાર્દ..

Navratri Bhog Recipe offer mahagauri Nariyal Laddoo as Prasad on ashtami

Navratri Bhog Recipe offer mahagauri Nariyal Laddoo as Prasad on ashtami

 News Continuous Bureau | Mumbai 

  Navratri Bhog Recipe: હાલ ચૈત્ર નવરાત્રી ( Chaitra Navratri )  ચાલુ છે. આ નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરરોજ માતાના અલગ-અલગ સ્વરૂપને વિશેષ પ્રસાદ ચઢાવવામાં આવે છે. આજે એટલે કે 16મી એપ્રિલ નવરાત્રિનો આઠમો દિવસ છે અને આ દિવસે માતા દુર્ગાના આઠમા સ્વરૂપ માતા મહાગૌરી ( Mahagauri ) ની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે સાચા મનથી દેવીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના દિવસે નારિયેળ અથવા તેમાંથી બનાવેલી મીઠાઈઓ દેવી મહાગૌરીને અર્પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ નારિયેળના લાડુ બનાવવાની રીત…

Navratri Bhog Recipe: નારિયેળના લાડુ ( Coconut laddoo ) કેવી રીતે બનાવશો

આ સમાચાર પણ વાંચો :  Bilateral Defence: સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે આ દેશની 4 દિવસની મુલાકાતે..

Navratri Bhog Recipe: નારિયેળના લાડુ બનાવવાની રીત-

પ્રસાદ ( Prasad )  ના લાડુ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં બદામ, કાજુ, અખરોટ અને કિસમિસ ઉમેરીને ધીમી આંચ પર ડ્રાય ફ્રૂટ શેકો. બાદમાં તેને કડાઈમાંથી બહાર કાઢીને બાજુ પર રાખો હવે ફરીથી કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરો અને તેમાં 4 કપ નારિયેળ ઉમેરો. નારિયેળની સુગંધ આવે ત્યાં સુધી ધીમા ગેસ પર શેકો. હવે તેમાં 2 કપ ગોળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ગોળ ઓગળે ત્યાં સુધી મિશ્રણ હલાવતા. હવે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ, 1 ટેબલસ્પૂન ખસખસ અને એલચી પાવડર ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. હવે ગેસ બંધ કરો અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેમાંથી લાડુ બનાવી લો.

Exit mobile version