News Continuous Bureau | Mumbai
Oreo Chocolate Shake: જો તમને ચોકલેટ (Chocolate) પીણું પીવાનું મન થાય તો તમે ઓરીયો ચોકલેટ શેક અજમાવી શકો છો. ઓરિયો શેક જો તમે બજારમાંથી મળતો મોંઘો લાગે છે તો તમે આ ટેસ્ટી ડ્રિંકને તમે ઓરીયો બિસ્કિટ (Biscuit) ના પેકેટ સાથે ઘરે બનાવી શકો છો.
સામગ્રી:
2 કપ દૂધ
2 ચમચી વેનીલા આઈસ્ક્રીમ
10 ઓરીઓ બિસ્કીટ
2 ચમચી ચોકલેટ ચિપ્સ
1 ચમચી ચોકલેટ સીરપ,
4-6 આઈસ ક્યુબ્સ
આ સમાચાર પણ વાંચો : Reliance Industries: રિલાયન્સ ગ્રુપ હવે ભારતીય મનોરંજન ક્ષેત્રમાં પણ ધુમ મચાવશે.. આ વિદેશી કંપની સાથે મર્જ થવાની યોજના તૈયાર: અહેવાલ.. જાણો શું છે આ સંપુર્ણ સોદો..
બનાવવાની રીત :
સૌ પ્રથમ ઓરીયો બિસ્કીટના ટુકડા કરી લો. હવે ચોકલેટ ચિપ્સ સિવાયની દરેક વસ્તુને ગ્રાઇન્ડરના જારમાં નાખીને પીસી લો. હવે એક ગ્લાસમાં શેક કાઢી લો. ઓરિયો ચોકલેટ શેક તૈયાર છે. ચોકલેટ ચિપ્સ ઉમેરો અને સર્વ કરો.
