News Continuous Bureau | Mumbai
Paneer Kofta Recipe: રક્ષાબંધન(Rakshabandhan) નો તહેવાર આવી રહ્યો છે. આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ ખાસ દિવસે બહેનો તેમના ભાઈ(Brother) ઓ માટે વિવિધ વાનગીઓ બનાવે છે. જો તમે પણ તમારા ભાઈ માટે કંઈક ટેસ્ટી અને અલગ બનાવવા ઈચ્છો છો તો તમે પનીર કોફતા (Paneer Kofta) બનાવી શકો છો. આ ગાર્લિક નાન(Garlic Naan) અને લચ્છા પરાઠા(Laccha Paratha) સાથે સ્વાદમાં અદ્ભુત લાગે છે. તો જાણી લો ટેસ્ટી પનીર કોફતા બનાવવાની રીત
સામગ્રી
કોફતા માટે
પનીર (છીણેલું)
કેપ્સીકમ
ડુંગળી
છીણેલું ગાજર
ચિલી ફ્લેક્સ
લીલું મરચું
કાળા મરી પાવડર
ઓરેગાનો
મીઠું
લીંબુ
મેંદાનો લોટ
મકાઈનો લોટ
તળવા માટે તેલ
આ સમાચાર પણ વાંચો : Ganeshotsav: મુંબઈ કલેક્ટરનો મોટો નિર્ણય.. આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન માત્ર આટલા દિવસ લાઉડસ્પીકર ઉપયોગ કરી શકશો…..જો નિયમનુ ઉલ્લંઘન થયું તો..
ગ્રેવી માટે
ડુંગળી
ટામેટા
તેલ
માખણ
જીરું
લસણની કળી
આદુ
કાજુ
આખું કાશ્મીરી લાલ મરચું
તેલ
કાશ્મીરી લાલ મરચું પાવડર
ગરમ મસાલા
હળદર
ધાણા પાવડર
મેથીના દાણા
મીઠું
બટર
ક્રીમ
કેવી રીતે બનાવવું
કોફતા બનાવવા માટે છીણેલું પનીર લો. તેમાં બારીક સમારેલા કેપ્સીકમ, ડુંગળી, છીણેલું ગાજર, ચીલી ફ્લેક્સ, લીલું મરચું, કાળા મરી પાવડર, ઓરેગાનો, મીઠું, લીંબુ ઉમેરીને બરાબર મિક્સ કરી, તેમાં થોડો લોટ ઉમેરો. હવે કોફ્તા બોલ્સ તૈયાર કરો અને તેને મકાઈના લોટથી કોટ કરો. હવે તેલ ગરમ કરો અને પછી આ કોફતાઓને સારી રીતે તળી લો.
હવે ગ્રેવી તૈયાર કરો. આ માટે તેલ ગરમ કરો અને પછી તેમાં માખણ ઓગાળી લો અને જીરું નાંખો. હવે તેમાં ડુંગળી, ટામેટા, લસણની કળી, આદુ, કાજુ, આખું કાશ્મીરી લાલ મરચું શેકી લો. પછી તેને ઠંડુ કરીને પીસી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો, પછી તેમાં ગ્રેવી ઉમેરીને બરાબર પકાવો. તે બરાબર રંધાઈ જાય પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર, ધાણા પાવડર, કસૂરી મેથી, મીઠું નાખીને બરાબર પકાવો. છેલ્લે તેમાં બટર ઉમેરો. હવે તેમાં કોફતા ઉમેરો અને બે થી ત્રણ ચમચી મલાઈ ઉમેરો.