Site icon

Pearl Millet soup : શિયાળા માં ખાસ બનાવો બાજરી ના લોટ ની રાબ, સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા.. નોંધી લો રેસિપી…

Pearl Millet soup : બાજરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. તમે શિયાળાની ઋતુમાં તેનો રાબ બનાવી શકો છો. તે રાજસ્થાનમાં ખૂબ પ્રખ્યાત છે. બાજરાની રાબ એ શિયાળામાં સૌથી વધારે પીવાય છે. કારણ કે રાબ એ શિયાળા માં શરીરને ગરમી પૂરી પાડે છે અને શરદી ઉધરસ અને કફ ને દૂર કરે છે.

Pearl Millet soup: easy and tasty bajra drink recipe

Pearl Millet soup: easy and tasty bajra drink recipe

News Continuous Bureau | Mumbai

 Pearl Millet soup : શિયાળાની ઋતુ (Winter season) માં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે જે ગરમ હોય છે અને શરીરને પણ ગરમ રાખે છે. શરીરને ગરમ રાખવા માટે તમે બાજરી ની રાબ (Bajra Raab) બનાવી શકો છો. આ એક રાજસ્થાની વાનગી છે, જે ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે. તે ગોળ અને બાજરીના લોટને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેને દેશી સૂપ (Soup/ પણ કહેવામાં આવે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.

Join Our WhatsApp Community

બાજરી ની રાબ કેવી રીતે બને છે?

બાજરી ની રાબ બનાવવા માટે તમારે જરૂર પડશે…

4 ચમચી બાજરીનો લોટ

1 ચમચી ગોળ પાવડર

1 ચમચી સૂકા આદુનો પાવડર

2 કપ પાણી

1 ચમચી ડ્રાયફ્રુટ 

આ સમાચાર પણ વાંચો : નેહા મલિકે એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ, અભિનેત્રી ની લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો થઇ વાયરલ

અડધી ચમચી મીઠું

એક ચમચી આદુ પાવડર

1 ચમચી અજવાઈન 

2 ચમચી ઘી

બાજરી ની રાબ બનાવવાની રીત

બાજરી ની રાબ બનાવવા માટે પહેલા એક મોટા વાસણમાં ઘી ગરમ કરો અને પછી તેમાં અજવાઇન ના દાણા નાખીને સારી રીતે રોસ્ટ કરી લો. જ્યારે અજવાઇન ઘીમાં સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં બાજરીનો લોટ નાખીને પકાવો. તેને સારી રીતે શેકો. હવે તેમાં ગોળ, થોડું મીઠું, આદુ પાવડર અને પાણી ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે પકાવો. ધ્યાનમાં રાખો કે તેમાં કોઈ ગઠ્ઠો ન હોવો જોઈએ. તે ઉકળે પછી, આ મિશ્રણને માત્ર 5 મિનિટ માટે પકાવો. પછી બાજરીના રાબમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version