Site icon

Pocket Pizza: બ્રેડથી ઘરે જ બનાવો પોકેટ પિઝા, દરેકને મજા આવશે, ફટાફટ નોંધી લો આ સરળ રેસીપી

Pocket Pizza : આ વાનગી બ્રેડમાંથી બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પિઝા જેવો જ આવે છે. તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો અને તેનો સ્વાદ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

News Continuous Bureau | Mumbai 
Pocket Pizza: પિઝાની વાત આવે ત્યારે બાળકોથી લઈને પુખ્ત વયના લોકોના મોંમાં પાણી આવી જાય છે. બજારમાં વિવિધ પ્રકારના પીઝા (Pizza) ઉપલબ્ધ છે. આજકાલ પોકેટ પિઝા(Pocket Pizza) ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમને પોકેટ પિઝા ગમે છે તો આ માટે બહાર જવાની કે ઓર્ડર કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે પોકેટ પીઝા બનાવવાની એક સરળ રેસિપી(Recipe) લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે મિનિટોમાં ઘરે પીઝા તૈયાર કરી શકો છો. ચાલો તમને જણાવીએ પોકેટ પિઝાની સરળ રેસિપી.

પોકેટ પિઝા માટે સામગ્રી

બ્રેડ સ્લાઈસ – 10 થી 15
1 ચમચી સ્વીટ કોર્ન
અડધો કપ મોઝેરેલા ચીઝ
1 ટીસ્પૂન બારીક સમારેલા લીલા કેપ્સીકમ
1 ટીસ્પૂન બારીક સમારેલુ ગાજર
1 ચમચી વટાણા
1 ચમચી બારીક સમારેલા પીળા કેપ્સીકમ
1 ટીસ્પૂન બારીક સમારેલ લાલ કેપ્સીકમ
સૂકી કેરીનો પાવડર
સેઝવાન ચટણી
મિક્સ હર્બ્સ
રેડ ચીલી ફ્લેક્સ
સ્વાદ માટે મીઠું
મેયોનીઝ

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Stock Market Investment: શેર માર્કેટમાં રોકાણ કેવી રીતે કરવું.. બરાબર સમજો આ તર્ક શું છે તે … જાણો અહીં સંપુર્ણ વિગતવાર માહીતી સાથે….

પોકેટ પિઝા બનાવવાની રીત

પોકેટ પિઝા બનાવવા માટે પહેલા બ્રેડની બે સ્લાઈસ લો. હવે તેની કિનારીઓને કાપી લો. આ પછી વેલણ વડે વણી લ્યો. હવે એક બાઉલમાં વટાણા, સ્વીટ કોર્ન, ત્રણેય કેપ્સિકમ અને ગાજર નાખો. તેમાં સેઝવાન ચટણી, મેયોનીઝ, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, મીઠું અને સૂકી કેરીનો પાવડર ઉમેરો. આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ પછી બ્રેડ લો અને તેની કિનારીઓ પર હળવું દૂધ લગાવો. હવે તૈયાર મિશ્રણને બ્રેડ પર મૂકો. તેના પર મોઝેરેલા ચીઝ મૂકો અને ઉપર બીજી બ્રેડ મૂકો. બ્રેડને કાંટા ચમચ વડે દબાવો જેથી તે એકબીજા સાથે ચોંટી જાય.
તમે તેના પર ઘી અથવા ઓગળેલું માખણ પણ લગાવી શકો છો. હવે તેના પર થોડા ચિલી ફ્લેક્સ છાંટો.
આ પછી, પોકેટ પિઝાને માઇક્રોવેવમાં 450 ડિગ્રી પર બે મિનિટ માટે પકાવો. આ રીતે તૈયાર થઈ જશે પોકેટ પિઝા, હવે તમે તેને ચટણી સાથે માણી શકો છો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version