Pressure cooker baking: કેક બનાવવા ઓવનની જરૂર નથી, પ્રેશર કૂકરમાં જ બનાવો સ્પોન્જી કેક.. ફોલો કરો આ સરળ ટિપ્સ..

Pressure cooker baking: ડેઝર્ટમાં કેક સૌ કોઇને ભાવતી હોય છે, પરિવારમાં કોઇની બર્થ ડે, કે એનિવર્સરી હોય કે પછી કોઇ સ્પેશિયલ દિવસને સેલિબ્રેટ કરવો હોય. તે માટે મોં મીઠુ કરવાનુ બેસ્ટ ઓપ્શન કેક છે. પરંતુ ઘણી એવુ બને છે કે ઘરમાં ઓવન ના હોવાના કારણે આ બેક આઇટમ બનાવવી શક્ય હોતી નથી.

Pressure cooker baking How to Make Cake in a Pressure Cooker, Step by step

Pressure cooker baking How to Make Cake in a Pressure Cooker, Step by step

News Continuous Bureau | Mumbai

Pressure cooker baking: કેક (Cake) એક એવી વસ્તુ છે જેના વિના આપણો જન્મદિવસ કે કોઈપણ ઉજવણી અધૂરી રહે છે. આજના સમયમાં લોકો પોતાની ઇચ્છા મુજબ કેક પણ બનાવે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણે ઘરે કેક બનાવવા માંગીએ છીએ પરંતુ ઓવન (Oven) ના અભાવે આપણે કેક બનાવી શકતા નથી. જોકે તમે ઓવન વગર (Kitchen Hacks) ઘરે સરળતાથી કેક બનાવી શકો છો, તે પણ પ્રેશર કૂકર (Pressure cooker) ની મદદથી. તે પણ બહાર જેવી.. 

Join Our WhatsApp Community

પ્રેશર કૂકરમાં કેક કેવી રીતે બનાવવી

  1. કૂકરને પહેલાથી ગરમ કરો-

જેમ તમે કેક બનાવતા પહેલા ઓવનને પ્રી-હીટ કરો છો, તેવી જ રીતે તમારે કૂકરને પણ પ્રી-હીટ કરવું જોઈએ. આના કારણે કુકરની અંદરનું વાતાવરણ ગરમ થઈ જાય છે, જેના કારણે કેક ઝડપથી પાકી જાય છે.

  1. વિનેગર –

જો તમે બિન-પરંપરાગત વાસણ વડે કેક બનાવતા હોવ તો તેનું ટેક્સચર થોડું રફ હોઈ શકે છે. તેથી તમે તમારા બેટરમાં થોડું વિનેગર ઉમેરી શકો છો. વિનેગર કેકને સ્પોન્જી અને સોફ્ટ બનાવવામાં મદદ કરી શકે છે.

  1. કેકના કન્ટેનરને ગ્રીસ કરો-

કેકના કન્ટેનરને કુકરમાં નાખતા પહેલા તેને ગ્રીસ કરો. આમ કરવાથી કેકને સરળતાથી બહાર કાઢી શકાય છે. નહિંતર કેક તપેલીના તળિયે ચોંટી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Indian Forex Trading: આ 19 જગ્યાએથી ફોરેક્સનું ટ્રેડ નહીં કરતા. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની લાલ આંખ…

  1. કૂકરની સીટી દૂર કરો-

કૂકરમાં કેક ટીન મૂક્યા પછી, તેને ઢાંકણથી ઢાંકી દો. તમારે કૂકરમાં દબાણ બનાવવાની જરૂર નથી, તેથી સીટી દૂર કરો. તમારી કેક વરાળમાં સરળતાથી બેક થઇ જશે.

  1. મીઠું-

જો તમારી પાસે ટીન મૂકવા માટે સ્ટેન્ડ નથી, તો તમે મીઠું વાપરી શકો છો. આખા કૂકરમાં ફક્ત બે-ત્રણ કપ મીઠું ઉમેરો અને તેની ઉપર કેકનું કન્ટેનર મૂકો. અને ઢાંકણ બંધ કરો, આ કેક સરળતાથી બેક થશે.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version