સાંજે ચાની સાથે દરેકને કોઈને કોઈ નાસ્તો ખાવો પસંદ આવે છે. પણ આપણે રોજ કોઈને કોઈ સૂકો નાસ્તો ખાઈને ચલાવી લઈએ છીએ. આ સિવાય આપણે ઘણીવાર બિસ્કિટ કે કૂકીઝ ખાઈએ છીએ. ક્યારેક કોઈ બીજી વાનગી ખાઈ લઈએ છીએ. પણ રોજ રોજ સાંજે નાસ્તામાં શું ખાવું એ પણ એક સવાલ ઉભો થાય છે. ત્યારે આપણે શું ખાવું એ અંગે બહુ જ વિચાર કરીએ છીએ અને પછી છેલ્લે ચા કે કોફી સાથે બિસ્કીટ ખાઈ લઈએ છીએ. પણ રોજ રોજ એકનું એક ખાઈને કંટાળી જવાય છે. જો તમે પણ સાંજની ચા સાથે થોડો હળવો નાસ્તો ખાવાનું પસંદ કરો છો, તો શક્કરીયાની ક્રિસ્પી ફ્રાઈસ એક ઉત્તમ વિકલ્પ સાબિત થશે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્ભુત છે.
સામગ્રી:
ત્રણ શક્કરીયા
ત્રણ ચમચી ઓલિવ તેલ
¾ ટીસ્પૂન લસણ પાવડર
¾ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
1 ½ ટીસ્પૂન ઓરેગાનો
¼ ચમચી કાળા મરી
1 ચમચી સૂકી રોઝમેરી
સ્વાદ અનુસાર મીઠું
આ સમાચાર પણ વાંચો : ઉનાળા સ્પેશિયલ રેસીપી / વરિયાળીના શરબતથી તમારી તરસ છીપાવો, તમે તાજગી અનુભવશો
પદ્ધતિ:
સૌ પ્રથમ, ઓવનને લગભગ 430 ડિગ્રી ફેરનહીટ પર પ્રીહિટ કરી લો. હવે શક્કરિયા ને ધોઈ, તેને સરખા કદની ચીરી કાપીને થોડી વાર સુકવી લો. આ પછી, આ ચીરીને એક મોટા બાઉલમાં મૂકો અને તેમાં ઓલિવ તેલ ઉમેરો. હવે બીજા વાસણમાં તમારી પસંદગીના બધા મસાલાને એક સાથે મિક્સ કરો. આ પછી, આ મસાલાઓને શક્કરીયાં ની ચીરી માં સારી રીતે મિક્સ કરો, જેથી શક્કરીયાંની ચીરી પર મસાલાનું આછું કોટિંગ રહે. હવે બેકિંગ ટ્રેમાં પાર્ચમેન્ટ પેપર લગાવીને આ શક્કરીયાં ની ચીરી મૂકો અને 15-20 મિનિટ માટે બેક કરો. થોડા સમય પછી તેને પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 10-15 મિનિટ પકાવો. શક્કરિયાની ટેસ્ટી અને ક્રિસ્પી ફ્રાઈસ તૈયાર છે. તેને ટોમેટો કેચપ, ચીઝી ડીપ અથવા ચિપોટલ સોસ સાથે સર્વ કરો.