Site icon

Rice Pakoras : ચોમાસામાં બનાવો ગરમા ગરમ રાઈસના પકોડા બનાવો, આ સરળ રેસિપીથી થઈ જશે ફટાફટ તૈયાર

Rice Pakoras : દાળ સાથે ભાત ખાવાનો એક અલગ જ અનુભવ છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ચોખાની મદદથી ટેસ્ટી પકોડા બનાવી શકો છો. અહીં જાણો રેસીપી, ગરમ પકોડા જે સ્વાદમાં છે અદ્ભુત .

News Continuous Bureau | Mumbai

Rice Pakoras : લોકો ઘણીવાર સાંજની ચા સાથે બિસ્કીટ અને નાસ્તો ખાય છે. પરંતુ ક્યારેક આ વસ્તુઓ ખાધા પછી મન ભરાઈ જાય છે. આ વરસાદી મોસમમાં સાંજની ચા સાથે કંઈક સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાનું મન થાય છે. આ સમય દરમિયાન, બજારમાં ઉપલબ્ધ મસાલેદાર વસ્તુઓ ખાવાને બદલે ઘરે સરળતાથી બનાવી શકાય તેવી વસ્તુઓ ખાવી વધુ સારું છે. અહીં અમે જણાવી રહ્યા છીએ, ટેસ્ટી અને ક્રિસ્પી રાઈસ પકોડાની રેસિપી. જે સાંજની ચા સાથે સરળતાથી પીરસી શકાય છે.

Join Our WhatsApp Community

રાઈસ પકોડા બનાવવા માટે-

એક કપ ચોખા
બે મધ્યમ બાફેલા બટાકા
સમારેલી કોથમીર
સમારેલું આદુ
સમારેલા લીલા મરચા
જીરું
મીઠું
તેલ

આ સમાચાર પણ વાંચો:  Rakhi sawant : ચંદ્રયાન 3ના લોન્ચિંગ પર રાખી સાવંતે આપી પ્રતિક્રિયા, ઈસરો ને લઇ ને કહી આ વાત,જુઓ વિડીયો

કેવી રીતે બનાવવા

તેને બનાવવા માટે ચોખાને થોડી વાર પાણીમાં પલાળી રાખો. પછી તેને સારી રીતે પીસી લો. હવે ચોખાની પેસ્ટમાં મેશડ બટેટા ઉમેરો. તેમાં ઝીણી સમારેલી કોથમીર, બારીક સમારેલા લીલા મરચા, બારીક સમારેલ આદુ, જીરું અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. હવે તેલ ગરમ કરો અને પછી ચમચીની મદદથી ભજીયા પાડો. તેને બંને બાજુથી સારી રીતે પકાવો અને પછી તેને પેપર ટુવાલ પર કાઢી લો. તેલ શોષાય જાય પછી પકોડા સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version