News Continuous Bureau | Mumbai
Rice Tikki Recipe : સાંજે ઘણીવાર ચાની ચુસ્કી સાથે મસાલેદાર ખાવાનું મન થાય છે. જો તમને પણ આવું ખાવાની તલબ હોય તો અજમાવી જુઓ રાઈસ ટિક્કી. ખાસ વાત એ છે કે આ ટેસ્ટી ટિક્કી બનાવવા માટે તમારે ઘણી બધી વસ્તુઓની જરૂર નથી. તમે તેને રાત્રે બચેલા ચોખા( leftover rice)ની મદદથી પણ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. તે બનાવવામાં સરળ હોવા ઉપરાંત, આ મસાલેદાર, ક્રિસ્પી ટિક્કી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ટીક્કી નો સ્વાદ એવો છે કે તમને દર વીકેન્ડમાં તેને બનાવવાનું બહાનું મળશે. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે કેવી રીતે બનાવાય ટેસ્ટી ક્રિસ્પી રાઈસ ટિક્કી(Crispy rice tikki).
રાત્રિના બચેલા ભાતમાંથી ટિક્કી બનાવવા માટે જરૂરી વસ્તુઓ-
– 2 વાટકી બચેલા ભાત
-1 કપ સુજી
-2 સમારેલા લીલા મરચા
-1 ચમચી લાલ મરચું પાવડર
-1 ચમચી ગરમ મસાલો
-1 ઝીણી સમારેલી ડુંગળી
-1 ઝીણું સમારેલું ગાજર
-2 ચમચી બાફેલા અને મેશ કરેલા લીલા વટાણા
-1 બાફેલા બટેટા
-સ્વાદ અનુસાર મીઠું
બચેલા ભાતની ટીક્કી બનાવવાની રીત-
બચેલા ભાતની ટીક્કી બનાવવા માટે, સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં લીલા મરચાં અને સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી 5-6 મિનિટ સુધી પકાવો. આ પછી, બાકીના શાકભાજી ઉમેરો અને 3-4 મિનિટ પકાવો. એક મિક્સિંગ બાઉલમાં બાફેલા ચોખા, સોજી, ગરમ મસાલો પાવડર, લાલ મરચું પાવડર, મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણનો એક નાનો ભાગ લો અને તેને ટીક્કી જેવો આકાર આપો. તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તૈયાર છે ક્રિસ્પી રાઈસ ટિક્કી. તમે તેને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : Himachal Pradesh: હિમાચલમાં ભારે વરસાદથી મચી તબાહી…શિમલામાં ભૂસ્ખલનથી શિવ મંદિર ધરાશાયી… અનેક ભક્તો દટાયા, 9 મૃતદેહો બહાર આવ્યા.. જાણો શું છે હાલ સ્થિતિ…