News Continuous Bureau | Mumbai
Sabudana Kheer: ઘણા લોકો શ્રાવણ મહિના(Sawan)માં દર સોમવારે ઉપવાસ રાખે છે, જેમાં ફળાહાર કરવામાં આવે છે. આ દિવસે તમે સાબુદાણાની ખીર બનાવીને ખાઈ શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કે ક્યારેક સાબુદાણાની ખીર બનાવતી વખતે તે ખૂબ જ ચીકણી બની જાય છે. જો તમે તેને યોગ્ય પદ્ધતિ અને ટિપ્સની મદદથી બનાવશો તો તમારી સાબુદાણાની ખીર પણ પરફેક્ટ અને ટેસ્ટી બનશે. આવો જાણીએ શું છે તેની રેસિપી-
સાબુદાણા ખીરની સામગ્રી-
1 કપ સાબુદાણા
1 લિટર દૂધ
4-5 એલચી
1/2 વાટકી બદામ, કાજુ અને કિસમિસ
1 વાટકી ખાંડ
1 ચમચી ઘી
સાબુદાણાની ખીર બનાવવાની રીત:
આ ખીર બનાવવા માટે એક વાસણમાં સાબુદાણા કાઢીને પાણીથી 3-4 વાર ધોઈ લો. સાબુદાણાને હળવા હાથે ધોઈ લો. ધોયા પછી વાસણમાં સાબુદાણા(Sabudana)થી એક આંગળી ઉપર જેટલા પાણીમાં અડધો કલાક પલાળી રાખો. અડધા કલાક પછી પાણીમાંથી સાબુદાણાને એક ચારણીમાં કાઢી લો, આમ કરવાથી બધુ જ પાણી નીકળી જશે.
આ સમાચાર પણ વાંચો: Netflix Password Sharing: હવે મિત્રો સાથે શેર નહી કરી શકો Netflix પાસવર્ડ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે નિયમોમાં કર્યા આ ફેરફાર
ત્યારબાદ એક કડાઈ લો અને તેને મીડિયમ આંચ પર રાખો, તેમાં 1 લિટર દૂધ નાખો અને પકાવો. દૂધને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી સારી રીતે ઉભરો ન આવવા લાગે. આ પછી દૂધમાં ખાંડ નાખો અને હલાવતા રહો. ખાંડ જ્યારે દૂધમાં સારી રીતે ભળી જાય અને ઉકળવા લાગે ત્યારે તેમાં સાબુદાણા નાખો અને હલાવતા રહો. ખીરને હલાવવાથી સાબુદાણા તળિયે ચોંટશે નહીં. છેલ્લે તેમાં એલચી પાવડર અને બદામ, કાજુ અને કિસમિસ નાખો. હલાવતી વખતે ચેક કરતા રહો કે સાબુદાણા પાક્યા છે કે નહીં. જ્યારે સાબુદાણા પાકી જાય એટલે ગેસ બંધ કરી દો, તમારી સાબુદાણાની ખીર (Sabudana Kheer))બનીને તૈયાર છે. આ ખીરને તમે ગરમ કે ઠંડી સર્વ કરી શકો છો.