Site icon

Spiced chia pudding : સવારે નાસ્તમાં ખાઓ પ્રોટીનથી ભરપૂર સ્પાઈસ્ડ ચિયા પુડિંગ, બાળકોને પણ ગમશે તેનો સ્વાદ, નોંધી લો પૌષ્ટિક નાસ્તાની રેસિપી

Spiced chia pudding : સવારે ફાઈબર અને પ્રોટીન (protein) થી ભરપૂર હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો એ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે ચિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.

This High-protein Spiced chia pudding Tastes Like Dessert for Breakfast

This High-protein Spiced chia pudding Tastes Like Dessert for Breakfast

News Continuous Bureau | Mumbai 

Spiced chia pudding : ઘણીવાર તમે નાસ્તા (Morning breakfast) માં આલુ પરાઠા, બ્રેડ જામ, પોહા, ચીલા વગેરે ખાઈને ઘરેથી નીકળો છો. અલબત્ત, આ હળવો, ટેસ્ટી અને હેલ્ધી (Healthy and Tasty) નાસ્તો છે, પરંતુ ક્યારેક તમને કંઈક અલગ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં નવું શું બનાવવું જોઈએ તે સમજાતું નથી. ચિંતા કરવાની જરૂર નથી. જો તમને ચીલા, બ્રેડ, પોહા વગેરે ખાવાનું મન ન થતું હોય અને થોડો હેલ્ધી નાસ્તો કરવો હોય તો તમે સ્પાઈસ્ડ ચિયા પુડિંગ (Spiced chia pudding) બનાવી શકો છો. દરેક વ્યક્તિ જાણે છે કે ચિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. સવારે ફાઈબર અને પ્રોટીન (protein) થી ભરપૂર હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો એ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. તમે તેમાં મનપસંદ ફળો અને ચોકલેટ સીરપ પણ ઉમેરી શકો છો, જે આ પુડિંગ ના સ્વાદને વધારશે. ચાલો જાણીએ સ્પાઈસ્ડ ચિયા પુડિંગ બનાવવાની રેસીપી (Recipe).

Join Our WhatsApp Community

સ્પાઈસ્ડ ચિયા પુડિંગ માટેની સામગ્રી

ચિયા સીડ્સ – 6 ચમચી

દૂધ – 2 કપ

એલચી પાવડર – 1/4 ચમચી

કેસર – એક ચપટી

તજ – 1/4 મી

વેનીલા એક્સટ્રેક્ટ – 1/4 ચમચી

પિસ્તા – 5-7

બેરીસ – 3-4

અન્ય કોઈપણ પ્રિય ફળ

આ સમાચાર પણ વાંચો : Canada: કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પ્લેન ક્રેશ, બે ભારતીય પાયલોટ સહિત આટલાના મોત.. જાણો હાલ કેવી છે સ્થિતિ.. વાંચો વિગતે અહીં….

સ્પાઈસ્ડ ચિયા પુડિંગ રેસીપી

સવારે સૌથી પહેલા આ રેસીપી તૈયાર કરો. જ્યારે તમે ઓફિસ કે કોલેજ માટે તૈયાર હોવ ત્યારે તેને ઠંડું ખાઓ અને ઘરની બહાર નીકળો. તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી, પરંતુ તેને બનાવ્યા પછી તેને 1-2 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખવાનું છે, જેથી ચિયા સીડ્સ સારી રીતે સેટ થઈ જાય. સૌથી પહેલા એક વાસણમાં દૂધ નાખી ગરમ કરો. તેને ઉકળવા ન દો. એક નાની બાઉલમાં એક ચમચી ગરમ દૂધ અને એક ચપટી કેસર ઉમેરો. કેસરને ચમચીથી ક્રશ કરો જેથી તેનો સ્વાદ દૂધમાં ઓગળી જાય. તેને ગેસ પર રાખેલા ગરમ દૂધના વાસણમાં મૂકો. હવે દૂધમાં એલચી પાવડર, તજ પાવડર, એક ચપટી વેનીલા એક્સટ્રેક્ટ ઉમેરો અને મિક્સ કરો. આ દૂધને બીજા બાઉલમાં નાખો. હવે દૂધમાં ચિયા સીડ્સ ઉમેરીને મિક્સ કરો. તેને એકથી બે કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો. તમે તેમાં સમારેલી બેરી, પિસ્તા, ચોકલેટ સીરપ અને અન્ય ફળો પણ ઉમેરી શકો છો. એકદમ હેલ્ધી અને સ્પાઈસ્ડ ચિયા પુડિંગ તૈયાર છે. આને નાસ્તામાં ખાવાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version