Site icon

રેસિપી / ત્રિકોણ સમોસા ખાઈને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો આ પોટલી સમોસા

સમોસા દેશભરમાં સૌથી વધુ પસંદ કરાતા નાસ્તામાંના એક છે. આ ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તાનો આનંદ માણવા માટે કોઈ ખાસ પ્રસંગની જરૂર નથી પડતી. એક કપ કડક ચા અને ચટણી દિવસના કોઈપણ સમયે આ ત્રિકોણ સમોસાનો સ્વાદ લેવા માટે પૂરતી છે

Try out this potli samosa know, how to make potli samosa

રેસિપી / ત્રિકોણ સમોસા ખાઈને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો આ પોટલી સમોસા

News Continuous Bureau | Mumbai

સમોસા દેશભરમાં સૌથી વધુ પસંદ કરાતા નાસ્તામાંના એક છે. આ ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તાનો આનંદ માણવા માટે કોઈ ખાસ પ્રસંગની જરૂર નથી પડતી. એક કપ કડક ચા અને ચટણી દિવસના કોઈપણ સમયે આ ત્રિકોણ સમોસાનો સ્વાદ લેવા માટે પૂરતી છે. આ બહારથી ક્રિસ્પી અને અંદર સ્વાદિષ્ટ સ્ટફિંગથી ભરેલા હોય છે, જેમાં સામાન્ય રીતે મસાલાવાળા બટાકા, વટાણા અને ડુંગળી જેવી સામગ્રી હોય છે. સ્વાદ અને ટેક્સચરનું કોમ્બિનેશન સમોસાને અનોખું બનાવે છે. તેથી, જો તમે સમોસાના શોખીન છો, તો અહીં અમે તમારા માટે એક અનોખી પોટલી સમોસાની રેસીપી લાવ્યા છીએ જે તમને ચોક્કસ ભાવશે!

Join Our WhatsApp Community

સામગ્રી

લોટ

મીઠું

બટાકા

જીરું

વરિયાળી

લીલા મરચા

આદુ

ડુંગળી

ધાણાજીરું પાવર

આમચૂર પાઉડર

ગરમ મસાલો

કસૂરી મેથી

આખા ધાણા

તેલ

રીત

સૌ પ્રથમ આપણે સમોસા માટે કણક તૈયાર કરવાનો છે. આ માટે એક બાઉલમાં લોટ અને મીઠું નાખો. સારી રીતે ભેળવી દો. તેલ ઉમેરો અને ધીમે ધીમે પાણી ઉમેરીને કઠણ લોટ બાંધો. તેને ભીના કપડાથી ઢાંકીને 30 મિનિટ માટે બાજુ પર રાખો. થોડી વાર પછી લોટને ફરીથી મસળો અને તેને નાના ભાગોમાં વહેંચો.

આ સમાચાર પણ વાંચો : રેસિપી / મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવાની ઇચ્છા થાય તો ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ સ્વીટ કોર્ન ચાટ

ફિલિંગ તૈયાર કરવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરો. જીરું અને વરિયાળી નાખીને તડતડવા દો. તેમાં લીલા મરચાં, આદુ, ડુંગળી નાખીને થોડી સેકંડ માટે સાંતળો. ધાણાજીરું, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. લગભગ 1-2 મિનિટ માટે રાંધવા દો. છેલ્લે, તેમાં છૂંદેલા બટાકા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. તેને આંચ પરથી ઉતારી કસૂરી મેથી અને આખા ધાણા નાખો. બરાબર મિક્ષ કરીને બાજુ પર રાખો.

પોટલી બનાવવા માટે, કણકનો એક નાનો બોલ લો અને તેને વણી લો. હવે થોડું સ્ટફિંગ લો અને તેને વણેલી નાની રોટલીમાં વચ્ચે મૂકો. રોટલીની કિનારીઓને પાણીથી હળવી ભીની કરો. પોટલી બનાવવા માટે કિનારીઓને એકસાથે લાવો. પોટલીને હળવા હાથે દબાવો અને તેને સીલ કરો.

એક પેનમાં મધ્યમ-ઉચ્ચ આંચ પર તેલ ગરમ કરો. પોટલીને તેલમાં નાંખો અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. પોટલી સમોસા તૈયાર છે!

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version