Site icon

AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા ગુનેગારો પકડાયા

AI: મુંબઈ પોલીસ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બે ગુનેગારો પકડાયા

AI: Criminals Nabbed Using Artificial Intelligence Technology

AI: Criminals Nabbed Using Artificial Intelligence Technology

News Continuous Bureau | Mumbai

AI: મુંબઈ પોલીસે પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બે ગુનેગારોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. મુલુન્ડ પોલીસ સ્ટેશને (Mulund Police Station) આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને  ચોરીના બે આરોપીઓને ઠાણે અને મુમ્બ્રા વિસ્તારમાંથી પકડીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Join Our WhatsApp Community

 

ચોરીની ઘટના

મુલુન્ડ પશ્ચિમ મુલુન્ડ કોલોનીમાં રહેતા કુનાલ ગણપત રાઠોડ (Kunal Ganpat Rathod) (36) 24 માર્ચની રાત્રે 11 વાગ્યે મુલુન્ડ કોલોની મલબાર હિલ રોડ પર ઉભા હતા, ત્યારે બાઇક પર આવેલા બે જણામાંથી એકે કુનાલ રાઠોડના હાથમાં રહેલો મોબાઇલ ફોન ખેંચી લીધો અને ભાગી ગયો. આ મામલે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં  ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

AI ટેક્નોલોજીનો ઉપયોગ

વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અજય જોષી (Ajay Joshi)ના માર્ગદર્શન હેઠળ  ગણેશ મોહિતે, કિરણ ચવ્હાણ, મોહન નિકમ, વિવેક શિંપી અને મનોજ મોરેના તપાસ દળે આ ગુનાનો તપાસ શરૂ કરી. એક તપાસ દળે મુલુન્ડ વિસ્તારમાંના CCTV તપાસી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇકની ઓળખ કરી અને બીજા તપાસ દળે ફરિયાદીનો ચોરી ગયેલા મોબાઇલ ફોનમાં લોગ ઇન થયેલો ઇમેઇલ આઈડી અને પાસવર્ડની માહિતી મેળવી. ગુગલ ડેશબોર્ડ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મુમ્બ્રા, ઠાણે વિસ્તારમાંથી ચોરી ગયેલો મોબાઇલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક સાથે બે આરોપીઓને પકડી પાડ્યા.

આ સમાચાર પણ વાંચો: BMC: હવે મુંબઈમાં ખુલ્લામાં કચરો સળગાવ્યો છે તો ખબરદારન, હજારો રૂપિયાનો દંડ થશે.

આરોપીઓની ઓળખ

મુજમિલ સલીમ મુલાની (26) અને બિસુરાજ ભરત અધિકારી (29) એમ પકડાયેલા બે આરોપીઓના નામ છે. મુજમિલ સ્વિગી ડિલિવરી બોય છે અને તળોજા નવિ મુંબઈમાં રહે છે. બિસુરાજ ખિંડિપાડા દરગા રોડ, મુલુન્ડ પશ્ચિમમાં રહે છે. મુજમિલ વિરુદ્ધ મુલુન્ડ અને ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ઘરફોડી અને ચોરીના અનેક ગુના દાખલ છે, એવી માહિતી અજય જોષીએ આપી.

 

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version