News Continuous Bureau | Mumbai
Elon Musk: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઉદ્યોગપતિ એલન મસ્ક ઘણીવાર વિચિત્ર નિર્ણયો લે છે. આ વખતે પણ તેમણે એક મોટો નિર્ણય લઈ દુનિયાને ચોંકાવી દીધું છે. એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (પહેલાનું ટ્વિટર) પોતાની જ એક કંપનીને વેચી દીધું છે.
આ સમાચાર પણ વાંચો: Price Hike Essential Medicines: 1 એપ્રિલથી બીમાર પડવું પણ પડશે મોંઘુ, સરકારે આ દવાઓના ભાવ વધારાને આપી દીધી મજૂરી; જાણો કેટલો વધારો થશે..
‘X’ વેચવાનો નિર્ણય
‘X’ વેચવાનો નિર્ણય એલન મસ્કે પોતે જ પોસ્ટ કરીને માહિતી આપી છે. કરોડો યુઝર્સ ધરાવતું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મસ્કે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીને 33 અબજ ડોલરમાં વેચી દીધું છે. શુક્રવારે તેમણે આ ડીલની માહિતી આપી.

ટ્વિટરથી ‘X’ સુધીનો સફર
ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્કે 2022માં 44 અબજ ડોલર ચૂકવીને ટ્વિટર ખરીદી હતી. ત્યારબાદ તેમણે ટ્વિટરને ‘X’ નામ આપ્યું હતું. એટલું જ નહીં, ટ્વિટરની ચિમણી પણ હટાવીને કેટલાક નવા ફેરફારો પણ કર્યા હતા.