Fuel Price Hike। સામાન્ય જનતાને લાગ્યો મોટો ઝટકો પેટ્રોલડીઝલના ભાવમાં ધરખમ વધારો, આજથી જ અમલી થશે નવા દર; શું હવે શાકભાજી પણ થશે મોંઘા?

Fuel Price Hike। સામાન્ય જનતાને લાગ્યો મોટો ઝટકો પેટ્રોલડીઝલના ભાવમાં ધરખમ વધારો, આજથી જ અમલી થશે નવા દર; શું હવે શાકભાજી પણ થશે મોંઘા?
Fuel Price Hike। સામાન્ય જનતાને લાગ્યો મોટો ઝટકો પેટ્રોલડીઝલના ભાવમાં ધરખમ વધારો, આજથી જ અમલી થશે નવા દર; શું હવે શાકભાજી પણ થશે મોંઘા?

News Continuous Bureau | Mumbai

Fuel Price Hike। ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને મિડલઈસ્ટ સંકટની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. શુક્રવાર, ૧૫ મે ૨૦૨૬ની વહેલી સવારથી જ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લિટર દીઠ ૩ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે તેલના ભાવમાં આવેલો આ ઉછાળો આગામી સમયમાં મોંઘવારીમાં પણ વધારો કરી શકે છે.

મહાનગરોમાં પેટ્રોલના નવા ભાવ

નવા દરો લાગુ થયા બાદ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમતો આસમાને પહોંચી છે. દિલ્હીમાં પેટ્રોલ ૩ રૂપિયા મોંઘું થઈને 97.77 પ્રતિ લિટર થયું છે. જ્યારે મુંબઈમાં તે 3.14 ના વધારા સાથે 106.68, કોલકાતામાં 108.74 અને ચેન્નાઈમાં 103.67 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં પ્રતિબંધોને કારણે કાચા તેલની સપ્લાય પર માઠી અસર પડી છે.

ડીઝલની કિંમતોમાં પણ મોટો ઉછાળો

માત્ર પેટ્રોલ જ નહીં, માલસામાનની હેરફેર માટે વપરાતા ડીઝલના ભાવમાં પણ ૨.૮૦ રૂપિયાથી લઈને ૩.૩૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. દિલ્હીમાં હવે ડીઝલ 90.67 પ્રતિ લિટર મળશે. અન્ય શહેરોની વાત કરીએ તો મુંબઈમાં 93.14, કોલકાતામાં 95.13 અને ચેન્નાઈમાં 95.25 પ્રતિ લિટર ભાવ પહોંચી ગયા છે. ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની અસર શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે.

PM મોદીની ઈંધણ બચાવવા અપીલ

તેલની વૈશ્વિક અછત અને વધતા ભાવોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને ઈંધણ બચાવવા વિનંતી કરી હતી. તેમણે લોકોને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા અને શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ પર ભાર મૂકવાની સલાહ આપી છે. સરકાર સતત તેલનો બગાડ અટકાવવા અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવાના સંકેતો આપી રહી છે, જેથી અર્થતંત્ર પરનો બોજ ઘટાડી શકાય.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!