News Continuous Bureau | Mumbai
Donald Trump Board of Peace: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે વોશિંગ્ટનથી એક અત્યંત ચોંકાવનારો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટ્રમ્પનું માનવું છે કે 80 વર્ષ જૂની સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર (UN) વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવામાં અને બે દેશો વચ્ચેના વિવાદો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આથી, તેઓ ‘બોર્ડ ઓફ પીસ’ નામની નવી વ્યવસ્થા લાવવા માંગે છે, જે ભવિષ્યમાં UN ની જગ્યા લેશે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર પાસે ક્ષમતાઓ છે પણ તેનો ઉપયોગ ક્યારેય સફળતાપૂર્વક થયો નથી. ટ્રમ્પના આ પ્રસ્તાવથી વિશ્વના રાજકારણમાં હલચલ મચી ગઈ છે, કારણ કે આ બોર્ડના અધ્યક્ષ ટ્રમ્પ પોતે જ રહેશે અને તેની કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
બોર્ડમાં માત્ર ટ્રમ્પના નજીકના સાથીઓનું વર્ચસ્વ
ટ્રમ્પે આ બોર્ડ માટે જે એક્ઝિક્યુટિવ બોર્ડની જાહેરાત કરી છે તેમાં તેમના જ વિશ્વાસુ લોકોનો સમાવેશ થાય છે. જેમાં તેમના જમાઈ જેરેડ કુશનર (Jared Kushner), બ્રિટનના ભૂતપૂર્વ પીએમ ટોની બ્લેયર, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને મધ્ય પૂર્વના દૂત સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે. ટીકાકારોનું માનવું છે કે ટ્રમ્પ આ નવી સંસ્થાને અમેરિકાની ‘પોકેટ ઓર્ગેનાઈઝેશન’ બનાવવા માંગે છે.
આજીવન અધ્યક્ષ પદ અને અનિશ્ચિત સત્તા
બોર્ડ ઓફ પીસના ડ્રાફ્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ અનિશ્ચિત સમય સુધી તેના ચેરમેન રહેશે. મહત્વની વાત એ છે કે તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી હટી ગયા બાદ પણ આ પદ પર રહી શકે છે. તેમને માત્ર ત્યારે જ હટાવી શકાય જો તેઓ પોતે રાજીનામું આપે અથવા શારીરિક રીતે અક્ષમ હોય. આ ડ્રાફ્ટમાં એવી પણ જોગવાઈ છે કે ભવિષ્યના અમેરિકી રાષ્ટ્રપતિ બોર્ડના સભ્યોમાં ફેરફાર કરી શકશે, પણ ચેરમેન પદ ટ્રમ્પ પાસે જ રહેશે.
આ સમાચાર પણ વાંચો : BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
ભારત, રશિયા અને ચીનને જોડાવા આમંત્રણ
ટ્રમ્પે આ બોર્ડમાં જોડાવા માટે ભારત, રશિયા અને ચીન જેવા મોટા દેશોને આમંત્રણ મોકલ્યું છે. રશિયાને આમાં સામેલ કરવું એ ખૂબ જ મહત્વનું પગલું માનવામાં આવે છે. બીજી તરફ, ફ્રાન્સ જેવા અમેરિકાના નજીકના સાથી દેશે આ બોર્ડમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. શરૂઆતમાં આ બોર્ડ ગાઝામાં (Gaza) પુનર્નિર્માણનું કામ જોશે, પરંતુ ટ્રમ્પનો લાંબા ગાળાનો પ્લાન તેને સર્વોચ્ચ વૈશ્વિક સંસ્થા બનાવવાનો છે.
