મુંબઈ: વરિષ્ઠ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે 87 વર્ષની વયે નિધન થયું. તેઓ ખાસ કરીને તેમના દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે જાણીતા હતા. તેમને ભારત કુમાર તરીકે પણ ઓળખવામાં આવતાં. તેમની સફળ ફિલ્મોમાં ઉપકાર, પૂરબ-પશ્ચિમ, ક્રાંતિ, રોટી-કપડા અને મકાનનો સમાવેશ થાય છે.
Manoj Kumar Death : મનોજ કુમારનું જીવન
મનોજ કુમારનું મૂળ નામ હરિકૃષ્ણ ગોસ્વામી હતું. તેમનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ બ્રિટિશ ભારતના અબોટાબાદ (હવે ખૈબર પખ્તૂનખ્વા, પાકિસ્તાન)માં થયો હતો. 1947માં તેમના પરિવારને પાકિસ્તાન છોડીને ભારત આવવું પડ્યું. તેમણે હિન્દુ કોલેજમાંથી પદવી મેળવી અને ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.
Manoj Kumar Death : મનોજ કુમાર – ફિલ્મી કારકિર્દી
મનોજ કુમારે 1957માં ફેશન ફિલ્મમાં એક નાની ભૂમિકા સાથે પોતાની કારકિર્દી શરૂ કરી. 1960માં કાંચ કી ગુડિયા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળી. તેમની સફળ ફિલ્મોમાં રશ્મી રુમાલ, ચાંદ, બનારસી ઠગ, ગ્રહસ્તી, અપને હુએ પરાયે, અને વો કૌન થીનો સમાવેશ થાય છે.
Manoj Kumar Death : મનોજ કુમાર – પુરસ્કારો અને સન્માન
મનોજ કુમારે 7 ફિલ્મફેર પુરસ્કારો જીત્યા. 1968માં ઉપકાર માટે પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. 1992માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 2016માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો.