Site icon

Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.

Donald Trump: રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડતા અમેરિકા ખુશ; સ્કોટ બેસેન્ટે કહ્યું- ‘ટેરિફ લાદવાનો અમારો હેતુ સફળ રહ્યો, હવે રાહત મળી શકે છે’.

Donald Trump અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર

Donald Trump અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર

News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે ભારત પર લાદવામાં આવેલ ૨૫% ટેરિફ અમેરિકા માટે “ખૂબ જ સફળ” રહ્યો છે. અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદી પર અંકુશ લાવવાનો હતો. બેસેન્ટના મતે, આ ટેરિફ અમલમાં આવ્યા બાદ ભારતની રશિયન તેલ પરની નિર્ભરતામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.અમેરિકા આ ટેરિફને કાયમી ગણતું નથી અને હવે તેને હટાવવા માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું હોવાના સંકેત આપ્યા છે.

શા માટે લાદવામાં આવ્યા હતા ટેરિફ?

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની પ્રક્રિયા તેજ બની હતી. અમેરિકા ઈચ્છતું હતું કે રશિયાની અર્થવ્યવસ્થાને ફટકો પડે, તેથી તેણે ભારત પર દબાણ લાવવા ૨૫% ટેરિફ લાદ્યો હતો. બેસેન્ટે હવે સ્વીકાર્યું છે કે આ ટેરિફને કારણે રશિયા પાસેથી ભારતની તેલની ખરીદીમાં ભારે ઘટાડો થયો છે, જે અમેરિકાની વ્યૂહાત્મક જીત માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

સ્કોટ બેસેન્ટનું મહત્વનું નિવેદન

સ્કોટ બેસેન્ટે સંકેત આપતા કહ્યું, “મને લાગે છે કે હવે આ ટેરિફને હટાવવાનો માર્ગ બની શકે છે.” જો ભારત અને અમેરિકા વચ્ચેની વાતચીત હકારાત્મક રીતે આગળ વધશે અને ભારત અમેરિકાની શરતો મુજબ તેલ વ્યાપારમાં ફેરફાર ચાલુ રાખશે, તો આગામી સમયમાં ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી શકે છે. આ ટેરિફ હટવાથી બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં ફરી તેજી આવવાની આશા છે.

આ સમાચાર પણ વાંચો : Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.

ભારતીય અર્થતંત્ર પર અસર

૨૫% ટેરિફ હટવાથી ભારતની નિકાસ વધશે અને અમેરિકાના બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે. હાલમાં જ્યારે વૈશ્વિક સ્તરે તેલના ભાવ અને પ્રતિબંધોને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે અમેરિકાનો આ નરમ સૂર ભારત માટે રાજદ્વારી સ્તરે પણ મોટી સફળતા ગણાય છે. જોકે, આ ટેરિફ ક્યારે અને કઈ શરતો સાથે હટશે તેની સત્તાવાર જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે.

India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Mumbai Mayor Election Update: ૩૧ જાન્યુઆરીએ મુંબઈ મેયરની ચૂંટણી નહીં યોજાય; ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે કયા મુદ્દે અટકી છે વાત? જાણો વિગત
Russia-Ukraine War Update: યુદ્ધ રોકવા માટે અબુ ધાબી બન્યું મધ્યસ્થી! રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠકની તૈયારી; શું પુતિન અને ઝેલેન્સકી માનશે?.
Exit mobile version