News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કંઈકને કંઈક વાયરલ(Viral Video) થતું રહે છે. દરમિયાન હાલ સોશિયલ મીડિયા પર એક દસ વર્ષના બાળકનો(ten-year-old child) વીડિયો ઈન્ટરનેટ(Internet) પર લોકોનું દિલ જીતી રહ્યો છે. બાળકે પોતાના માતાનો જીવ બચાવવા માટે કંઈ વિચાર્યા વગર પૂલમાં છલાંગ લગાવી દીધી.
હકીકતમાં એક મહિલા સ્વિમિંગ પૂલમાં(swimming pool) સ્નાન કરી રહી હતી, ત્યારે તેને અચાનક એપીલેપ્ટીક (Epileptic) આંચકી આવી ગઈ. આ દરમિયાન મહિલાના દસ વર્ષના પુત્રએ પૂલમાં કુદકો મારી તેનો જીવ બચાવ્યો હતો. મહિલાના ઘરમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં(CCTV Camera) આ ઘટના કેદ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપા મોરિયા- વિજય માલ્યાએ લાડુ ચોર્યા- લોકોએ કરી દીધા ટ્રોલ-જુઓ મીમ્સ
આ વીડિયોમાં છોકરો પૂલમાં કુદતો જોવા મળી રહ્યો છે. પૂલમાં સ્નાન કરી રહેલી મહિલાને અચાનક એપીલેપ્ટીક આંચકી આવે છે, ત્યારે તેના પુત્રની નજર પડે છે. ૧૦ વર્ષનો પુત્ર પૂલમાં છલાંગ લગાવી પોતાની માતાને કિનારા પર લાવે છે. એક કુતરો પણ સીડી પર રાહ જોતો જોવા મળી રહ્યો છે. વિડિયો પૂરો થવા સુધી જોઈ શકાય છે કે એક વ્યક્તિ પણ ભાગીને ત્યાં પહોંચે છે.
લોરી કીની નામની મહિલા દ્વારા ફેસબુક (Facebook) પર શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે તેના પુત્રનું નામ ગેવિન છે અને તે પોતાનો જીવ બચાવવા માટે પુત્રની આભારી છે. કીનીએ પોસ્ટની સાથે ઘટનાનો રેકોર્ડેડ વીડિયો પણ શેર કર્યો છે. શેર વીડિયોને અત્યાર સુધી હજારો વ્યૂ અને લાઇક્સ મળી ચુકી છે