ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ગણેશોત્સવમાં બાપ્પાને ભાવતા મોદકનું નૈવેદ્ય ધરાવાય છે. બહારથી મોળા અને અંદરથી ગોળ મિશ્રિત શેકેલા નારિયેળવાળા આ પ્રસાદને વિવિધ પ્રકારે અને વિવિધ ફ્લેવરના બનાવી શકાય છે. દર વર્ષે એક જ પ્રશ્ન ઊભો થાય કે આ વર્ષે કેવા મોદક બનાવીએ? એમાં પણ કોઈ વેગન હોય તો કેવી રીતે મોદક બનાવવા? આ છે વેગન મોદક બનાવવાની સરળ રીત, ચાલો જાણીએ…
*પારંપારિક રીત
– તેલમાં નારિયેળ બે મિનિટ સુધી શેકીને એમાં ગોળ નાખવો. ત્યાર બાદ એમાં એલચી પાઉડર સાથે બદામ કે નારિયેળનું દૂધ નાખી પાંચ મિનિટ સુધી મિશ્રણ હલાવીને ઠંડું થવા મૂકવું.
– ઊકળતા પાણીમાં થોડું તેલ અને મીઠું નાખીને એમાં ધીમે ધીમે ચોખાનો લોટ નાખવો અને હલાવતા રહેવું. આ લોટને મોદકના બીબામાં નાખી વચ્ચે ઉપર્યુક્ત મિશ્રણ નાખી, વાળીને બાફવા.
આજે તારીખ ૮.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
* ચૉકલેટ મોદક
વેગન ડાર્ક ચૉકલેટને ઓગાળીને મોદકના બીબામાં તેલ લગાવી એમાં આ ચૉકલેટ ભરવી. એમાં બદામ, કાજુ, ક્રેનબૅરી નાખવાં. પછી ચારથી પાંચ કલાક એને ફ્રીઝરમાં રાખવાં.
* પીનટ બટર મોદક
વેગન શીંગદાણાના બટરને પિગાળીને એમાં થોડું તેલ નાખવું. વેનિલા એસેન્સ, બદામ મિક્સ કરીને એમાં સાકર ઉમેરવી. મોદકના બીબામાં નાખી એક કલાક સુધી ફ્રિજમાં રાખવા.