News Continuous Bureau | Mumbai
વેડિંગ ડાન્સ વીડિયો મનોરંજનથી ભરપૂર હોય છે. વિડીયોમાં નવપરિણીત યુગલ અને તેમના પ્રિયજનો લગ્નમાં મસ્તી કરતા સુંદર પળોને કેપ્ચર કરે છે. કપલ ડાન્સ હોય કે પિતા અને પુત્રીનો, આ વીડિયો લાગણીઓ અને પ્રેમનું સુંદર પ્રદર્શન છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા. હાલમાં જ નેપાળના એક દાદા તેમના પૌત્રના લગ્નમાં ડાન્સ કરતા હોવાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો નેપાળમાં પોતાના પૌત્રના લગ્ન સમારોહમાં ડાન્સ કરી રહેલા દાદાનો છે. દાદાની ઉંમર 96 વર્ષની છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ બેન્ડના સંગીત પર ડાન્સ કરી રહ્યો છે. જ્યારે કેટલાક લોકોએ આ ક્ષણને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી.
એવરીથિંગ અબાઉટ નેપાળ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, “પ્રેમની ઉજવણી કરવાની વાત આવે ત્યારે ઉંમર માત્ર એક નંબર છે!