News Continuous Bureau | Mumbai
તાજેતરમાં બોલિવૂડના અભિનેતા(Bollywood actor) અક્ષય કુમારે(Akshay Kumar) કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહ(Amit Shah) માટે તેમની ફિલ્મ `સમ્રાટ પૃથ્વીરાજ`(Samrat Prithviraj) માટે દિલ્હીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ(Special screening) યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહ તેમની પત્ની અને સહપરિવારને લઈને ફિલ્મ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની પત્નીને “હુકુમ” કહીને સંબોધતા સૌના મો પર હાસ્ય છવાઈ ગયું હતું.
બન્યું એવુ કે ફિલ્મ જોયા બાદ અમિત શાહ પરિવાર સાથે બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રીએ તેમની પત્નીને `હુકુમ` કહી સંબોધ્યા હતા. તેથી વાતાવરણમાં રમૂજ છવાઈ ગઈ હતી. ફિલ્મ જોયા પછી ગૃહ પ્રધાન ચાણક્ય સિનેમા હોલની(Chanakya Cinema Hall) બહાર જવા લાગ્યા ત્યારે તેમની પત્ની સોનલ શાહ બહાર જવાના રસ્તાને લઈને થોડા મૂંઝવાઈ ગયા હતા. તેમને કઈ બાજુ બહાર જવું છે તેની સમજ પડી નહોતી. તેથી ખુદ અમિત શાહે પત્નીને રસ્તો બતાવતા કહ્યું હતું કે ચલીયે હુકુમ. આ સાંભળીને સોનલ શાહ(Sonal Shah) અને થિયેટરમાં હાજર સૌ કોઈ હસી પડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : સોનેરી તક- સ્પેસ એજન્સી ઈસરોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો નિશુલ્ક ઓનલાઈન કોર્સ- જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન
આ ફિલ્મ જોતી વખતે અમિત શાહે કહ્યું હતું કે આ ફિલ્મ ખરેખર મહિલાઓનું સન્માન અને સશક્તિકરણ(Empowerment) કરવાની ભારતીય સંસ્કૃતિને(Indian culture) દર્શાવે છે. આ ફિલ્મમાં રાજકીય શક્તિ(political power) અને સ્વતંત્રતાનું ખૂબ જ મજબૂત નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે મધ્યયુગીન યુગમાં મહિલાઓએ માણ્યું હતું.