ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર
એડ્સની હજી સુધી દવા શોધાઈ નથી. જીવલેણ કહેવાતી આ બીમારીથી બચવા ફક્ત જાગૃતતા રાખવી એ જ ઉપાય છે. હજી પણ વિશ્વના અનેક દેશોમાં આ બીમારીને લઈને પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. માણસથી માણસમાં ફેલાતી આ બીમારી સૌથી પહેલા દુનિયામાં કેવી રીતે ફેલાઈ તે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ શકે છે.
લોકોમાં જાગૃતતા લાવ્યા બાદ વધુને વધુ લોકો જાણતા થયા છે કે અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવાથી આ બીમારીનો ચેપ ફેલાય છે. એ સિવાય એડ્સનો ભોગ બનેલી વ્યક્તિનું લોહી લેવાથી અથવા તેને મારવામાં આવેલું ઈન્જેકશનથી પણ HIV નો વાયરસ ફેલાય છે. જોકે મોટાભાગના લોકોને ખબર નથી કે સૌથી પહેલા આ વાયરસ માણસમાં કેવી રીતે ફેલાયો?
માણસમાં સૌથી પહેલા HIVનો વાયરસ ચિમ્પાન્ઝીએ ફેલાવ્યો હતો. HIV એટલો ખતરનાક વાયરસ છે, જે પહેલા ચિમ્પાન્ઝીમા ફેલાયો હતો. HIVગ્રસ્ત ચિમ્પાન્ઝી 1920માં કાંગોના કૈમરૂનના જંગલમાં મળી આવ્યો હતો. આ ચિમ્પાન્ઝીએ જંગલમાં શિકાર કરવા ગયેલા શિકારી પર હુમલો કર્યો હતો, જેમાં અગાઉ શિકારીએ તેના પર હુમલો કર્યો હતો. એકબીજા પર કરવામાં આવેલા હુમલામા બંનેના લોહી એકબીજાના શરીરમાં લાગ્યા હતા અને ચિમ્પાન્ઝીના શરીરમાં રહેલા HIVના વાયરસ તે માણસને શરીરમાં જતા રહ્યા હતા.
જોકે અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને આ રિપોર્ટને ખોટો જણાવ્યો હતો. તેના કહેવા મુજબ દુનિયામાં એડ્સ ગે કપલને કારણે એડ્સ ફેલાયો હતો. રિપોર્ટ મુજબ 1981માં અમેરિકામાં લોસ એન્જેલસમાં પાંચ યુવકો આ વાઈરસના ભોગ બન્યા હતા. તેઓએ એકબીજા સાથે સંબંધ બાંધીને એડ્સ ફેલાવ્યો હતો.
જોકે એડસનો પહેલો કેસ ગૈટન દુગાસના નામે રજિસ્ટર્ડ છે. ફલાઈટ એટેન્ડેડ ગૈટનને HIVનો ચેપ લાગ્યો હતો અને તેણે અનેક લોકો સાથે સંબંધ બાંધ્યા હતા અને વાઈરસને ફેલાવ્યો હતો.