ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
કોરોના વાઈરસથી સંરક્ષણ આપનાર રસીકરણનું અભિયાન હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. રસીનું સર્વપ્રથમ પરિક્ષણ જે ૧૨ લાલ વાંદરાઓ પર થયું હતું, તેમને આખરે રવિવારે તેમના મૂળ નિવાસસ્થાન પર પાછો સુરક્ષિત મોકલવામાં આવ્યા છે.
વિદર્ભના જંગલોમાંથી બાર વાંદરાઓ કોરોના રસીના સંશોધન માટે લાવવામાં આવ્યા હતા. પૂનાની નેશનલ વાઇરોલોજી લેબોરેટરીમાં સંશોધનકારોએ આ વાંદરાઓ પર રસીનું પરિક્ષણ કરી વધુ અભ્યાસ કર્યો હતો. સંશોધનકારોએ લાલ વાંદરાઓનો અભ્યાસ કર્યો, જે માનવ જનીનોની સમાનતા ધરાવે છે અને કોરોના વાયરસ જ્યારે તેમના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એન્ટીબોડી કેવી રીતે વાયરસ સામે પ્રતિક્રિયા આપે છે અને તેમનું શરીર વાયરસ સામે કેવી રીતે લડે છે. તેનું નિરિક્ષણ કર્યું હતું. બજારમાં કોરોના રસી ઉપલબ્ધ થતા પહેલાં આ વાંદરાઓ પર છેલ્લા સાત મહિનાથી સંશોધન ચાલી રહ્યું હતું. સંશોધનની સફળતા બાદ શનિવારે વાંદરાઓને નાગપુરના ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરની ટીમની મદદથી મુક્ત કરવામાં આવ્યા હતા.
લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે નાગપુરના જંગલમાં લાલ વાંદરાઓને એનઆઈવી દ્વારા આ પરીક્ષણો માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન આ નિર્દોષ વાંદરાઓને નુક્શાન ન પહોંચે તે માટે કાળજી લેવામાં આવી હતી.