News Continuous Bureau|Mumbai
ગુજરાત(Gujarat)માં રાજકોટ સ્ટેશન(Rajkot) પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ(Electronic interlocking wotk) કામ હાથ ધરવામાં આવવાનું છે. તેને કારણે વેસ્ટર્ન રેલવે(Western Railway)ની અમુક ટ્રેનો રદ કરવામાં આવશે. અમુક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે. તો અમુક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ(Short terminate) કરવામાં આવશે. તો અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.
વેસ્ટર્ન રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેનો રદ રહેશે-
1. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – 30મી જુલાઈ, 2022ની પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 19016 પોરબંદર – 31મી જુલાઈ, 2022ની મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 26મી જુલાઈ, 2022 થી 4 ઓગસ્ટ, 2022 સુધી
4. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 27મી જુલાઈ, 2022 થી 5મી ઓગસ્ટ, 2022 સુધી
5. ટ્રેન નંબર 19573 ઓખા- જયપુર એક્સપ્રેસ પહેલી ઓગસ્ટ, 2022
6. ટ્રેન નંબર 19574 જયપુર – ઓખા એક્સપ્રેસ 2 ઓગસ્ટ, 2022ના
7. ટ્રેન નંબર 22907 મડગાંવ – હાપા એક્સપ્રેસ 29 જુલાઈ, 2022
8. ટ્રેન નંબર 22939 હાપા – બિલાસપુર એક્સપ્રેસ 29 જુલાઈ, 2022
9. ટ્રેન નંબર 22940 બિલાસપુર- હાપા એક્સપ્રેસ પહેલી ઓગસ્ટ, 2022
10. ટ્રેન નંબર 19320 ઈન્દોર – વેરાવળ એક્સપ્રેસ 26મી જુલાઈ, 2022
11. ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર એક્સપ્રેસ 28મી જુલાઈ, 2022
-આ ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે અને અમુક ટ્રેન ટૂંકાવી દેવામાં આવી છે.
1. ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી સુરેન્દ્રનગર અને હાપા વચ્ચે 3જી ઓગસ્ટ, 2022 સુધી આંશિક રીતે રદ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ટૂંકી ઉપડશે અને હાપા અને સુરેન્દ્રનગર વચ્ચે 4 ઓગસ્ટ, 2022 સુધી આંશિક રીતે રદ રહેશે.
3. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ 28 જુલાઈ, 30 જુલાઈ અને અને 1 ઓગસ્ટ 2022ના સુરેન્દ્રનગર ખાતે ટૂંકાવી દેવામાં આવશે. તેથી સુરેન્દ્રનગર અને જામનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
4. ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 29 અને 30 જુલાઈ, 2022 અને 2 ઓગસ્ટ 2022ના સુરેન્દ્રનગરમાં ટૂંકાવી દેવાશે . તથા તે જામનગર અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
5. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ટૂંકાવાશે. તેથી સુરેન્દ્રનગર અને ઓખા વચ્ચે 3જી ઓગસ્ટ, 2022 સુધી આંશિક રીતે રદ કરવામાં આવશે.
6. ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ટૂંકાવાશે અને 4 ઓગસ્ટ, 2022 સુધી ઓખા અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
7. ટ્રેન નંબર 11466 જબલપુર -સોમનાથ એક્સપ્રેસ 29 જુલાઈ, 2022ની અમદાવાદ ખાતે ટૂંકાવી દેવાશે અને તેથી અમદાવાદ અને સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
8. ટ્રેન નંબર 11465 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ 30મી જુલાઈ, 2022ના સોમનાથ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી છે.
1. ટ્રેન નં. 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 30મી જુલાઈ, 2022ના 03.00 કલાક રીશેડ્યુલ કરવામાં આવી છે.
2. ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 30મી જુલાઈ, 2022ના 02.45 કલાકથી રી શેડ્યૂલ કરવામાં આવી છે.
-આ ટ્રેનોને ડાયવર્ઝન(Diversion) આપવામાં આવ્યા છે.
1. ટ્રેન નંબર 22951 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ એક્સપ્રેસને 29મી જુલાઈ 2022ના વિરમગામ – ધ્રાંગધ્રા – માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરવામાં આવશે.
2. 28મી જુલાઈ 2022ના ટ્રેન નંબર 22952 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને માળિયા મિયાણા – ધ્રાંગધ્રા – વિરમગામ થઈને ડાયવર્ટ કરવામાં આવશે.
3. 30મી જુલાઈ 2022ના ટ્રેન નંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસને માળીયા મિયાણા – ધ્રાંગધ્રા – વિરમગામ થઈને ડાયવર્ટ કરવામાં આવશે.
4. 27મી જુલાઈ 2022ના ટ્રેન નંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસને વિરમગામ – ધ્રાંગધ્રા – માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરવામાં આવશે.