ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈમાં લૉકડાઉન શિથિલ થયા બાદ પણ વિદેશ જનારા પ્રવાસીઓ માટે આરટી- પીસીઆર ટેસ્ટ ફરજિયાત છે. આ ટેસ્ટના રિપૉર્ટની અસમાનતાઓ બાબતે હાલમાં એક નાગરિકે ફરિયાદ કરતો પત્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો હતો.
મુંબ્રાનો રહેવાસી અમીર સલીમ શેખ દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. કોરોનાને કારણે તે દેશમાં પાછો ફર્યો હતો. હવે રસીના બંને ડોઝ લઈ લીધા બાદ ફરીથી તેણે દુબઈ જવાનું નક્કી કર્યું અને એક ખાનગી લેબમાં આરટી- પીસીઆર ટેસ્ટ કરાવી. જેનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો. પાલિકા દ્વારા શેખને ૧૫ દિવસ માટે આઇસોલેટ થવાનું કહેવામાં આવ્યું. જોકે શેખને કોરોનાનું એક પણ લક્ષણ ન હતું અને દુબઈની ટિકિટ આ સમય દરમિયાન હોવાથી તેણે ફરી એક વાર અન્ય પ્રાઇવેટ હૉસ્પિટલમાં આરટી- પીસીઆર ટેસ્ટ કરાવી. આ રિપૉર્ટ નેગેટિવ હતો. ત્યાર બાદ ઍરપૉર્ટ ઉપર પણ તેણે આરટી-પીસીઆર કરાવી. જે નેગેટિવ હતી એટલું જ નહીં દુબઈ પહોંચ્યા બાદ ત્યાં પણ રિપૉર્ટ કરાવ્યો. એ નેગેટિવ જ હતો. ત્રણ રિપૉર્ટ નેગેટિવ આવ્યા અને એક રિપૉર્ટ પોઝિટિવ. આવી અસમાનતા કેમ થાય છે તે બાબતે શેખના પિતાએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને ફરિયાદ કરી હતી.
ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ : જાણો વિગતે
શેખના પરિવારજનોએ કહ્યું હતું કે જો અમારો દીકરો પહેલા રિપૉર્ટના આધારે રહ્યો હોત તો તેની ફ્લાઈટ ચૂકી ગયો હોત તેમ જ વગર કારણે દવાઓ લેવી પડી હોત. આરટી- પીસીઆરના રિપૉર્ટમાં આવી અસમાનતાઓ બાબતે અધિકારીઓએ પગલાં લેવાં જોઈએ.