ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ કથળતી જઈ રહી છે. હમીરપુર જિલ્લામાં યમુના નદીના જળમાં એક સાથે અનેક લાશ દેખાતા હવે તંત્ર સફાળું જાગી ગયું છે. નદીમાં ડઝનો લાશ દેખાતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જણાવા મળ્યું કે હમીરપુર અને કાનપુર જિલ્લાના ગ્રામીણ લોકોએ આ મૃતદેહ પ્રવાહિત કર્યા છે.
આ સમગ્ર ઘટનામાં પોલીસને જણાયું કે કાનપુર અને હમીરપુરના ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. અહીંના લોકો યમુના નદીને મોક્ષદાહિની માને છે, તેથી એકાદ-બે લાશ નદીમાં ઘણીવાર જોવા મળે છે. હવે કોરોનાનું સંક્રમણ ગ્રામીણ ક્ષેત્રમાં વધતા લોકો કોરોનાના ડરથી અગ્નિસંસ્કાર કરવાની જગ્યાએ મૃતદેહને સીધા જ યમુના નદીમાં પ્રવાહિત કરી રહ્યા છે.
હવે વેક્સિનેશન સંદર્ભે નવો નિયમ. આ નહીં કરો તો સેંટર પર પહોંચ્યા બાદ પણ વેક્સિન નહીં મળે
ઉલ્લેખનીય છે કે ગામડાઓમાં હવે ખેતરમાં પણ અગ્નિસંસ્કાર થતા હોવાની વાતો સામે આવી છે. આ તમામ મૃત્યુનો સરકાર પાસે કોઈ હિસાબ નથી. બીજી તરફ યોગી સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક જૂદી જ છે.