ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓગસ્ટ 2020
29 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા બાદ આખરે અભિષેક બચ્ચન પોતાના ઘરે પાછા ફરવા તૈયાર છે. અભિનેતા અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ગત દિવસોમાં કોરોના સંક્રમણ બાદ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યાર બાદ ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા બચ્ચનને નાણાવટી હૉસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારના અન્ય સભ્ય સાજા થઈને પરત આવી ગયા હતા પરંતુ અભિષેક હૉસ્પિટલમાં જ દાખલ હતો. હવે અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગિટવ આવ્યો છે. ખુદ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- વચન તો વચન હોય છે. આજે બપોરે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મારા માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. હું ખૂબ જ ખુશ છું કે હું ઘરે પાછો જઈ રહ્યો છું. મારી અને મારા પરિવારની સારી સંભાળ રાખવા બદલ હું નાણાવટી હોસ્પિટલના ડોકટરો અને નર્સોનો દિલથી આભાર માનું છુ. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેકને બહુ જલ્દી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે, અભિષેકે આ અંગે કંઈ નથી લખ્યું કે તે ઘરે ક્યારે જશે.
નોંધનીય છે કે 11 જુલાઇએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ મળ્યા હોવાથી તેઓને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 જુલાઈએ એશ્વર્યા અને આરાધ્યાને કોરોના વાયરસના ચેપને કારણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશ્વર્યા અને આરાધ્યા 27 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે ગયા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com