News Continuous Bureau | Mumbai
આજકલ સોશિયલ મીડિયા પર લગ્નને લઇને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઇને આપણું દિલ પણ ખુશ થઇ જાય તો ઘણીવાર ભાવુક કરી દેનારા વીડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે એવો જ એક દિયર ભાભીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા તેની દુલ્હન સાથે તેના સાસરે આવે છે અને આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર હોય છે. દરવાજે ઉભેલી નવી વહુની એન્ટ્રી થવાની છે, એટલે જ દિયર આવીને એવી માંગણી કરે છે કે બધા મૂંઝાઇ જાય છે. ભાભીની એન્ટ્રી થાય તે પહેલા દિયરે કહ્યું કે ભાભી જ્યારે તેની મમ્મી સામે રડતી હતી ત્યારે મેં આંટીને વચન આપ્યું હતું કે ઘરે જઇને જશ્ન મનાવશે. ભાભીને તેના લક્ષ્મણજી અને ભરતજી મળશે.
❤️
नई बहू के घर आगमन पर उसके देवर ने जो कुछ किया वो आप भी देख लीजिये…..
🌹🌹🙏🏻🌹🙏🏻 🙏🏻 ❤️❤️❤️❤️ pic.twitter.com/ZOkX9m05lp
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 13, 2023
આ સમાચાર પણ વાંચો : ‘લે કે પહેલા-પહેલા પ્યાર..!’ બોલીવુડ ગીત પર મુંબઇ લોકલમાં ઝૂમી ઉઠ્યું ક્વિક સ્ટાઈલ ડાન્સ ગ્રુપ.. જુઓ વાયરલ વિડીયો
કહેવાય છે કે દિયર અને ભાભી વચ્ચે ખુબ જ ખાસ સંબંધ હોય છે. બંને વચ્ચે ખુબ જ મજાક મસ્તી થતી હોય છે અને પ્રેમ પણ એટલો જ હોય છે. એટલે જ તો ઘણીવાર એમ પણ કહેવાય છે કે ભાભી મા સમાન હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાઇ-ભાભી અને દિયરના વીડિયોએ લોકોના દિલ જીતી લીધા હતા.