News Continuous Bureau | Mumbai
દેશમાં મોટરસાઇકલ(motorcycle), કાર કે અન્ય વાહનો ચલાવનારાઓ માટે મહત્વના સમાચાર છે. ટૂંક સમયમાં તમામ જૂના વાહનોની(old vehicles) જૂની નંબર પ્લેટ(Old number plate) બદલીને નવી નંબર પ્લેટ લગાડવી પડવાની છે. જેથી કરીને GPS અને અત્યાધુનિક સિસ્ટમથી(ophisticated system) વાહનો પર નજર રાખી શકાય. કેન્દ્રીય માર્ગ પરિવહન(Central road transport) અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ(Highways Minister Nitin Gadkari) તે મુજબની જાહેરાત કરી હતી. દેશમાં ટોલ પ્લાઝા(Toll Plaza) નાબૂદ કરવાની સરકારની યોજના તરફ આ એક મહત્વનું પગલું હોવાનું માનવામાં આવે છે.
નિતીન ગડકરીએ તાજેતરમાં કહ્યું કે નવા વાહનો માટે ટેમ્પર પ્રૂફ હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ્સ(Tamper proof high security registration plates) (HSRPs) નો ઉપયોગ 2019 થી શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં સરકારી એજન્સીઓ(Government agencies) વાહનો વિશેની તમામ માહિતી મેળવી શકે છે. હવે જૂના વાહનોને પણ એ જ પ્લેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં વાહનચાલકોને એકબીજાથી 60 કિમી દૂર સ્થિત ટોલ પ્લાઝા પર પણ સંપૂર્ણ ચાર્જ ચૂકવવો પડે છે. હવે જો વાહનચાલક માત્ર 30 કિમી માટે હાઈવેનો ઉપયોગ કરે છો, તો નવી ટેક્નોલોજીની મદદથી તેની પાસેથી માત્ર અડધી કિંમત જ વસૂલવામાં આવશે, જે તેની માટે ફાયદાકારક રહેશે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ – ગુલામ નબી આઝાદને સોનિયા ગાંધીએ આપ્યું આ મોટું પદ તો થોડા કલાકોમાં જ ધરી દીધું રાજીનામું
નિતીન ગડકરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર(Central Govt) ટૂંક સમયમાં દેશને ટોલ પ્લાઝા મુક્ત બનાવવા માટે કામ કરી રહી છે. ટોલ પ્લાઝા પર વાહનો રોકાશે નહીં અને તેથી પ્રદૂષણ ઓછું થશે અને સમય પણ બચશે અને લોકોને ફાયદો થશે. નવી ટેક્નોલોજીથી ડ્રાઇવરોના બેંક ખાતામાંથી સીધા જ પૈસા કાપી શકાશે.
ગડકરીએ વધુમાં કહ્યું કે ભારતમાં લગભગ 97 ટકા વાહનો પહેલેથી જ FASTag પર છે અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનાઈટેડ સ્ટેટ્સની બરાબર હશે.
આ સમાચાર પણ વાંચો : PF ખાતાધારકોને આટલા લાખનો મળશે લાભ- તે માટે કરવું પડશે આ કામ