ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ફેબ્રુઆરી 2021
થોડા સમય અગાઉ ભારત સરકારને ટ્વિટર સાથે વાંકું પડ્યું છે. અગાઉ સરકારે ટ્વિટરના માધ્યમથી લોકોની સમસ્યાઓ સમજાવવાનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો અને તેમાં આંશિક સફળતા પણ મળી. જોકે હવે ખેડૂત આંદોલન મામલે ટ્વિટરે જે પ્રકારે પોતાની ભૂમિકા નિભાવી છે તેનાથી ભારત સરકાર નારાજ છે.
આથી ભારતના વ્યાપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલે કુહુ નામની એપ્લિકેશન પર પોતાનો એકાઉન્ટ ખોલાવ્યો. આ એપ્લિકેશન ટ્વીટર જેવી છે. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ટ્વીટર માફક જ આ એપ્લિકેશન કામ કરે છે. ફરક બસ એટલો જ છે કે આ એપ્લિકેશન ભારતીય છે અને તેમાં લગભગ તમામ ભારતીય ભાષાઓને સમાવી લેવામાં આવી છે.
આ એપ્લિકેશનમાં પોસ્ટ, વીડિયો અને ફોટા શેર કરી શકાય છે. તેમજ તેમાં એક બીજાને સંદેશા પણ પાઠવી શકાય છે.
અત્યાર સુધી ૧૦ લાખ લોકો અને ડાઉનલોડ કરી ચૂક્યા છે.હવે જોવાનું એ રહે છે કે વિદેશી ના પ્રેમ માં ડૂબેલા ભારતીયો આ ભારતીય એપ્લિકેશન નો કેટલો ઉપયોગ કરે છે.
