ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
ગુગલ ફેસબુક સહિતની કંપનીઓ અત્યાર સુધી ન્યૂઝ ડેટાનો ઉપયોગ કરી વરસે દહાડે કરોડો રૂપિયા કમાય છે. જ્યાથી આ સમાચાર લેવામાં આવતા હતા તે પ્લેટફોર્મને મોટેભાગે કોઇ નાણાં ચૂકવવામાં આવતા ન હતા.પરંતુ આ જ સમાચાર ગુગલ કે ફેસબુક દ્વારા જનતા સુધી પહોંચતા હતા. ત્યારે આ જ કંપનીઓ લાખોમાં નાણાં કમાતી હતી. પરંતુ જેના સમાચાર લેવામાં આવતા હતા તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું ન હતું..
હવેથી ગુગલ, ફેસબુક જેવી કંપનીઓએ સમાચારોની કિંમત ચૂકવવી પડશે. જ્યાંથી આ સમાચાર લેવામાં આવ્યા હશે. તે પબ્લિશર ડેટાનાં પૈસા ચૂકવવા પડશે. આની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી થઈ ચૂકી છે. ન્યૂઝ ડેટાથી થતી આવકમાંથી ગૂગલ અને ફેસબુક એના પુબ્લિશરને પણ કેટલોક હિસ્સો ચૂકવશે.
કોરોનાની મહામારી ને કારણે ઘરઆંગણે આવતા છાપા બંધ થયા છે. તેને બદલે લોકો ઓનલાઈન વાંચન તરફ વળ્યા છે. આમ સ્થાનિક મીડિયાની સામગ્રી પોતાના પ્લેટફોર્મ પર શેર કરી ગૂગલ અને ફેસબુક કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. આનો ફાયદો હવે પબ્લિશર ને પણ મળશે.
અલબત્ત ગત એપ્રિલ મહિનામાં ગૂગલે આ અંગે પગલાં લેવા શરૂ કરી દીધાં છે. જેમાં નાના અથવા મધ્યમ કક્ષાના પબ્લિશર ને કેટલુંક ફંડ ઇમર્જન્સી રિલીફ ફન્ડના નામે આપવામાં આવશે. જ્યારે ઉચ્ચ ગુણવત્તાના ન્યુઝ પબ્લિશરને ગુગલ કન્ટેન્ટ લાઇસન્સ આપશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com