News Continuous Bureau | Mumbai
ભારતની સૌથી સસ્તી અને સારી એરલાઈન્સ ગણાતી સ્પાઈસજેટ(Airline SpiceJet) પર સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યાં છે. સ્પાઈસજેટની ફ્લાઈટમાં 18 દિવસમાં 8 ફ્લાઈટ(flight)માં ટેક્નિકલ ખામી(technical issues)ઓ સર્જાઈ હતી. તો હવે વધુ એક કંપનીના વિમાનનું એન્જિન ફેલ(engine fail) થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, બેંગકોક-દિલ્હી વિસ્તારા ફ્લાઈટ(Vistara flight)- FLT UK-122 (BKK-DEL)નું એક એન્જિન લેન્ડિંગ(landing) દરમિયાન ફેઈલ થઈ ગયું હતું. ત્યારબાદ વિમાનને પાર્કિંગમાં ખસેડવામાં આવ્યું હતું. જોકે આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો(Passengers) સુરક્ષિત છે. આ અંગે ATCને જાણ કરવામાં આવી હતી અને DGCAને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક અહેવાલ અનુસાર બેંગકોકથી દિલ્હી(Bangkok to Delhi) એરપોર્ટ પર લેન્ડ થતા સમયે એન્જીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા એક જ એન્જીનના સહારે પ્લેન લેન્ડ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : આ કેન્દ્રીય મંત્રીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું; બની શકે છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર! ચર્ચાનું બજાર ગરમ.
ઉલ્લેખનીય છે કે દેશમાં વિમાનોમાં ટેક્નિકલ ખામી સર્જાવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને સ્પાઈસ જેટના એરક્રાફ્ટમાં થોડા દિવસોમાં 8 જેટલા મોટા કેસ નોંધાયા છે જેમાં મોટી દુર્ઘટના ટળી હતી. મંગળવારે જ, સ્પાઈસ ફ્લાય ટુ દુબઈને ખામીના કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી છે, છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટની અલગ-અલગ ફ્લાઈટોમાં આવી 8 ઘટનાઓ સામે આવી છે. ભારત સરકારે સ્પાઇસજેટને કારણ દર્શક નોટિસ(Show cause notice) આપીને જવાબ આપવા જણાવ્યું છે.