ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020
ભારતીય સંસ્કૃતિમાં ગુરુદક્ષિણા નું અનોખું મહત્ત્વ છે અને અવારનવાર કિસ્સાઓ પણ મળી જતા હોય છે જેમાં ગુરુ -શિષ્ય વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા હોય.. વર્તમાન સમયમાં આવો જ એક ગુરુ શિષ્યનો કિસ્સો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
કોર્પોરેટ બેન્કના એક ઉચ્ચ અમલદારે પોતાના ગણિતના ભૂતપૂર્વ શિક્ષકને 30 લાખ રૂપિયાના શેર ગિફ્ટ આપ્યા છે. જેનું કારણ છે કે ઘણા વર્ષો પહેલા આ ઉચ્ચધિકારી પાસે યુનિવર્સિટીમાં ઇન્ટરવ્યુ આપવા જવાના પણ પૈસા ન હતા. ત્યારે ઇન્ટરવ્યુના સુધી પહોંચવાના પ્રવાસ ખર્ચ ના 500 રૂપિયા ગણિતના શિક્ષકે આ ઉચ્ચ અધિકારીને આપ્યા હતા.. સમય જતાં આ વિદ્યાર્થી નો અભ્યાસ પૂરો થયો અને નોકરીમાં એક પછી એક પગથિયાં ચડતા ગયા. એ દરમિયાન વિદ્યાર્થીના શિક્ષકની નોકરી બદલાતા તેઓ અન્ય શહેરમાં જઈને વસી ગયા હતા.
આ દરમિયાન વિદ્યાર્થિએ પોતાના ગણિતના શિક્ષક ની શોધ ચાલુ જ રાખી હતી. જેમાં એક દિવસ તેમને સફળતા મળી. તેમના એક ભૂતપૂર્વ સાથી કાર્યકરે જણાવ્યું કે તેમના શિક્ષક આગ્રામાં રહે છે. તેની પાસેથી ફોન નંબર મેળવી પોતાના શિક્ષક ને 500 રૂપિયાની મદદ કરવા બદલ ધન્યવાદ કર્યું અને સાથે જ એક લાખ રૂપિયાના ફુલ્લી પેઇડઓફ ઇક્વિટી શેર પોતાના ગણિતના શિક્ષકના નામે ટ્રાન્સફર પણ કરી પોતાની કૃતજ્ઞતા દર્શાવી હતી…
