ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
રસ્તા પર ખાસ કરીને હાઈવે પર વાહન ચલાવવું અતિ જોખમી હોય છે, તેમાં પણ જો રસ્તા પર ખાડા હોય, જોખમી વળાંક હોય અથવા તો ગમે ત્યાં રસ્તા પર સ્પીડ બ્રેકર બેસાડી મુક્યા હોય તો એક્સિડન્ટનું જોખમ વધી જાય છે. તેથી એક્સિડન્ટ રોકવા અને સુરક્ષિત પ્રવાસ માટે સેન્ટ્રલ રોડ અને હાઈવે મંત્રાલયે આઈઆઈટી મદ્રાસની મદદથી નેવિગેશન ઍપ લોન્ચ કરી છે.
આ ઍપના માધ્યમથી પ્રવાસ પહેલા જ રસ્તા પરની જોખમી પરિસ્થિતિનો અંદાજો મેળવી શકાશે અને એક્સિડન્ટ જેવા જોખમ ટાળી શકાશે. રોડ સેફટી ઉપક્રમ હેઠળ એક્સિડન્ટ ટાળવાની સાથે જ એક્સિડન્ટમાં મૃત્યુઆંક ઓછો કરવા મટે આ યોજનાને અમલમાં મુકવામાં આવી છે. વાહનચાલકોને આ નેવિગેશન ઍપના માધ્યમથી તમામ માહીતી મળશે.
આ ઍપ નાગરિકો મફતમાં વાપરી શકશે. ઍપનો ઉપયોગ નાગરિકની સાથે જ એક્સિડન્ટ રોકવા સરકારી અધિકારીઓ કરી શકશે. આ ઍપ પર પ્રાપ્ત થનારા ડેટાને આઈઆઈટી, મદ્રાસ અને મૅપ માય ઈન્ડિયા દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે અને તેના માધ્યમથી ભવિષ્યમાં રસ્તાની હાલત સુધારવા માટે કરાશે.
આને કહેવાય કિસ્મત: માછીમારોના જાળમાં માછલીની જગ્યાએ મળી આવ્યો ખજાનો, રાતો રાત બદલાઈ ગયું નસીબ
ઍપમાં વાહનચાલકોને પ્રવાસ દરમિયાન આવતા એક્સિડેન્ટલ ઝોન, સ્પીડબ્રેકર, જોખમી વળાંક અને ખાડા સહિત અન્ય જોખમોની વોઈસ અને વિઝ્યુઅલ એલર્ટ મળશે.