પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: રામજી ( Ram ) દર્ભ પથારી ઉપર સૂતા ત્યારે, ભરતજી ( Bharat ) ભોંય ઉપર સૂએ છે.
રઘુનાથજીએ ( Raghunath ) ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ર્ચય કર્યો, અત્રિઋષિના આશ્રમમાં રઘુનાથજી પધાર્યા. અનસૂયાએ સીતાજીના ( Sita ) પુષ્કળ વખાણ કર્યા છે. અત્રિઋષિને ત્યાંથી સુતીક્ષ્ણના આશ્રમમાં ગયા, આ પ્રસંગ દિવ્ય છે. આ સુતીક્ષ્ણ અગત્સ્ય ઋષિના શિષ્ય હતા. વિદ્યાભ્યાસ પૂરો થયા પછી, સુતીક્ષ્ણે ગુરુજીને કહ્યું. ગુરુદેવ આપ કાંઈક ગુરુદક્ષિણા માંગો. અગત્સ્યઋષિએ કહ્યું-તારું કલ્યાણ થાય. મેં કાંઈ લેવાની આશાથી વિદ્યાદાન કર્યું નથી. તારા થી બની શકે તો રામજીનાં દર્શન મને કરાવજે.
સુતીક્ષ્ણે આજે રામજીનાં દર્શન કર્યા. પછી રામજીને કહે આગળનો રસ્તો હું આપને બતાવીશ.
રામજીએ લક્ષ્મણજીને ( Lakshman ) કહ્યું:-આ રસ્તો બતાવવા આવતા નથી. પોતાની ગુરુદક્ષિણા આપવા આવે છે. સુતીક્ષ્ણ રામજીને અગત્સ્યના આશ્રમમાં લઈ જાય છે.
સુતીક્ષ્ણઋષિ કહે છે:-ગુરુજી! આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું. આજે તમને રામજીનાં દર્શન કરાવવા આવ્યો છું. અગત્સ્યઋષિ દોડતા દોડતા આવ્યા અને રામચંદ્રજીનાં દર્શન કરી કૃતાર્થ થયા.
તે પછી ગોદાવરીના કિનારે પંચવટીમાં મુકામ કર્યો. ત્યાં ગોદાવરીનાં કિનારે આશ્રમ બનાવ્યો. પંચવટી એટલે પાંચ પ્રાણ. પાંચ પ્રાણ પરમાત્મામાં બિરાજે છે. સંસારઅરણ્યમાં જે ભટકે તેને શૂર્પણખારૂપી વાસના મળે છે. રામજી શૂર્પણખાને આંખ આપતા નથી. શૂર્પણખા એ મોહનું સ્વરૂપ છે, રાવણની એ બહેન છે. બની ઠની રામ પાસે આવે છે. હું કુંવારી છું, તમને જોતાં મારું મન માને છે, તેથી લગ્ન કરવા આવી છું. શૂર્પણખા એ કામવાસના છે.
રામજી:-તારી જેમ મારો ભાઇ લક્ષ્મણ કુંવારો છે, તેની પાસે જા, હું તો એક પત્નીવ્રત પાળું છું.
શૂર્પણખા ગુસ્સે થઈ, આ સીતાજીને લીધે તું ના પાડે છે. શૂર્પણખા એ પોતાનું મૂળ રાક્ષસીરૂપ ધારણ કર્યું.
વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે, પણ પછી પોતાનું પોત પ્રકાશિત કરે છે. જીવને ફસાવે છે. વાસના આરંભમાં કોમળ લાગે છે. પણ પરિણામે ભયંકર છે. વાસનાની પકડમાંથી જલદી છૂટી શકાતું નથી.
લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક,કાન કાપી નાખ્યાં એટલે તે રાવણ પાસે ગઈ, રાવણે પૂછયું, તારી આ દશા કોણે કરી? શૂર્પણખા કહે છે:-દશરથના બે બાળકો રામલક્ષ્મણ પંચવટીમાં રહે છે. તેની સાથે સુંદર સ્ત્રી છે. હું તારા માટે લેવા ગઈ હતી અને મારી આ દશા થઈ. રાવણે શૂર્પણખાને આશ્ર્વાસન આપ્યું.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૮
રાવણ જે સીતાને હરી ગયો તે તો સીતાજીની છાયા હતી.
રાવણ ( Ravan ) મારીચ સાથે પંચવટી પાસેના વનમાં આવ્યો. મારીચે કનકમૃગનું રૂપ ધારણ કર્યું. સીતાજીએ તે કપટમૃગને જોયું. તેણે રામજીને કહ્યું. આ અતિ સુંદર છે. તેને મારી, તેનું ચામડું લઈ આવો. રામજી મૃગને મારવા ગયા. રામજીએ મારીચને બાણ માર્યું, તે‘હે લક્ષ્મણ! હે લક્ષ્મણ! કરતો જમીન ઉપર પડયો.
આ બાજુ સીતાજીએ “હે લક્ષ્મણની” બૂમ સાંભળી. સીતાજીના કહેવાથી લક્ષ્મણ રામજીની મદદે ગયા. તે વખતે રાવણે સીતાજીનું હરણ કર્યું. રાવણ સીતાજી પાસે ભિક્ષા માગવા આવ્યો. સીતાજીને રથમાં બેસાડી તે આકાશમાર્ગે જવા લાગ્યો. જટાયુએ સીતાજીના દુ:ખભર્યા વચનો સાંભળ્યા. જટાયુ યુદ્ધ કરવા આવ્યો. રાવણે તેની બે પાંખો કાપી નાંખી. યુદ્ધ વખતે જટાયુએ પૂછ્યું, તારું મરણ કયાં છે તે બતાવ. રાવણ કહે પગના અંગુઠામાં મારું મરણ છે. રાવણ જૂઠું બોલ્યો, જટાયુ જયાં રાવણના અંગુઠાને કાપવા જાય છે, ત્યાં રાવણે જટાયુની પાંખ કાપી નાખી.
લક્ષ્મણ રામજી પાસે આવ્યા, એટલે રામજીએ કહ્યું:-સીતાજીનું રક્ષણ કરવા મેં તને આજ્ઞા કરેલી. તું કેમ આવ્યો?.
લક્ષ્મણ:-મોટાભાઈ હું તો આવતો ન હતો, પણ મારી સીતા માતા ના કહેવાથી આવવું પડયું.
લક્ષ્મણને થયું, આ રામજીની સેવા કરવી કઠણ છે. રામે કહ્યું:-લક્ષ્મણ આવતા જન્મે હું તમારી સેવા કરીશ. બીજા જન્મમાં લક્ષ્મણ થયા બલરામ.
રામલક્ષ્મણ ( Ramlakshman ) આશ્રમમાં આવ્યા. જુએ છે તો આશ્રમમાં સીતાજી નથી. રઘુનાથજીએ નાટક કર્યું. એકનાથજીએ સીતાવિયોગ બહુ સુંદર વર્ણવ્યો છે. ‘હે સીતે! હે સીતે!’ કહેતાં વિલાપ કરવા લાગ્યા. લક્ષ્મણ વારંવાર સમજાવે છે. ધીરજ રાખો આંખો ઉઘાડો